દરેક કપલની લાઇફમાં આવે છે આ Romantic Situations - Sandesh
  • Home
  • Sex & Relationship
  • દરેક કપલની લાઇફમાં આવે છે આ Romantic Situations

દરેક કપલની લાઇફમાં આવે છે આ Romantic Situations

 | 7:56 pm IST

પાર્ટનર જ્યારે ખુશ હોય છે તો રોમાન્સ દ્વાર એકબીજા પર પ્રેમ વ્યક્ત કરે છે. પ્રેમના આ સુંદર અંદાજને દરેક કપલ એન્જોય કરવા માંગે છે. રિલેશનશીપમાં પ્રેમ અને લડાઇ થવી સામાન્ય વાત છે. તો ઘણી એવી વાતો પણ હોય છે જે દરેક પરણિત કપલની લાઇફમાં જરૂરથી આવે છે. જે અંગે વિચારવાથી પ્રેમભરી યાદો તાજા થઇ જાય છે. આવો જાણીએ પ્રેમથી ભરેલી કેટલીક એવી વાતો અંગે.

કોઇને કોઇ વાત પર પતિ પત્ની વચ્ચે હંમેશા ચર્ચા થયા બાદ એકદમ શાંતિ છવાઇ જવી અને તે બાદ સ્માઇલ આપીને એકબીજાની સામે જોવાની કઇક અલગજ મજા હોય છે. તમે પણ ક્યારેય આ પળ જરૂરથી એન્જોય કર્યો હશે.તેમજ પતિ-પત્ની વચ્ચે ઘણી વખત પ્રેમથી ભરેલો સમય આવે છે. પરંતુ કેટલીક એવી તક પણ આવે છે જ્યારે પાર્ટનર તમને કોઇ કારણ વગર ગળે લગાવી લે છે આ વાતની ખુશી તમે કોઇને પણ શબ્દોમાં વ્યક્ત કરી શકતા નથી.

દિવસભર કામ કર્યા બાદ પત્નીના માથા દુખાવાની ફરિયાદ કરવા પર પાર્ટનર તેવે પ્રેમથી મસાજ આપે છે. એક મિનિટમાં માથાનો દુખાવો સારો કરી દે છે. થાક લાગ્યા બાદ તમારું સૂઇ જવું અને અચાનક આંખ ખુલવા પર પાર્ટનરનું પ્રેમથી જોવું રોમેન્ટિક લાગે છે. લાઇફમાં ક્યારેક તો દરેક પાર્ટનરે આ સ્થિતિમાંથી પસાર થવું પડે છે.