રોજ શારીરિક સંબંધ બનાવવાથી ઘટે છે સ્પર્મ કાઉન્ટ, જાણો આ માન્યતા સાચી છે કે ખોટી - Sandesh
  • Home
  • Sex & Relationship
  • રોજ શારીરિક સંબંધ બનાવવાથી ઘટે છે સ્પર્મ કાઉન્ટ, જાણો આ માન્યતા સાચી છે કે ખોટી

રોજ શારીરિક સંબંધ બનાવવાથી ઘટે છે સ્પર્મ કાઉન્ટ, જાણો આ માન્યતા સાચી છે કે ખોટી

 | 3:13 pm IST

તમે સાંભળ્યું હશે કે અઠવાડિયામાં એકવાર શારીરિક સંબંધ બનાવવા સ્વાસ્થ્ય માટે પણ યોગ્ય છે અને તેનાથી તમારા પ્રજનન પર પણ કોઇ થતી નથી.પરંતુ તમે સતત શારીરિક સંબંધ બનાવો છો તો તેનાથી પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ ઓછા થાય છે અને તેમનામાં ઇન્ફર્ટિલિટી વધે છે. તે સિવાય તમે એવું પણ સાંભળ્યું હશે કે વધારે સેક્સ કરવાથી શારીરિક નબળાઇ અને થાક જેવી સમસ્યાઓ ઉદ્દભવે છે. પરંતુ જણાવી દઇએ કે સેક્સથી જોડાયેલી આ એ માન્યતા છે કે જેમા કઇ સત્ય નથી. તો આવો જોઇએ શુ છે સત્ય..

આપણા શરીરને ફ્રેશ સ્પર્મ બનવા માટે 24-36 કલાક લાગે છે. સતત શારિરીક સંબંધ બનાવવાથી સ્પર્મ કાઉન્ટ ઓછા થઇ જાય છે. પરંતુ તે બાદ જે ફ્રેશ સ્પર્મ બને છે. તેમા ગતિશીલતા વધારે હોય છે. જે કારણથી ફર્ટિલિટી પર અસર પડે છે. તાજા સ્પર્મ વધારે જીવંત, ગતિશીલ અને ફર્ટિલીટી વધારનાર હોય છે. જેથી શરીરમાં વધારે સમય સુધી સ્પર્મ સ્ટોર રહે છે તો તે લોવર ફર્ટિલીટીનું કારણ બને છે. નિષ્ણાંતોનું કહેવું છે કે ઇનફ્રિક્વેંટ એટલે કે ક્યારેક સ્ખલિત થવું પુરૂષોમાં ફર્ટિલિટીના ખતરાને વધારે છે અને એક વ્યક્તિ સ્ખલિત થયા વગર વધારેમાં વધારે 7 દિવસ રહી શકે છે.

જેથી તમે પિતા બનવા માંગો છો તો દરેક 2-3 દિવસમાં શારીરિક સંબંધ બનાવવા તમારા માટે યોગ્ય હોય છે. જેનાથી ઇંડા માટે ફ્રેશ સ્પર્મ ઉપલબ્ધ હોય છે. પ્રેગનેન્સીની તક વધારવામાં મદદ કરે છે. જેથી તમારે તમારા મનમાંથી આ ડર બહાર કરી દેવો જોઇએ કે વધારે સેક્સ કરવાથી ફર્ટિલીટીને નુક્શાન પહોંચે છે અને તમારા સ્પર્મ કાઉન્ટને નીચલા સ્તપ પર લઇ જાય છે. નિષ્ણાંતોનું કહેવું છે કે શરીરમાં વધારે દિવસ સુધી સ્પર્મ રહેવાથી ડીએનએેને પણ નુક્શાન પહોંચે છે. સ્પર્મ ઓપનનેસ અને હીટ પ્રતિ ઘણાં સેંસિટિવ હોય છે અને જ્યારે લાંબા સમય બાદલ રિલીઝ કરવામાં આવે છે તો તેની ગતિશીલતામાં હીટ અને રેડિએશનથી પ્રભાવિત રહે છે. જે યુવકોને ઇન્ફર્ટિલિટીનો શિકાર બનવવામાં મદદ કરે છે.