સમજદાર લોકો પણ કરે છે લગ્નની રાત્રે આ ભૂલો - Sandesh
NIFTY 10,741.10 -60.75  |  SENSEX 35,387.88 +-156.06  |  USD 67.7925 -0.28
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sex & Relationship
  • સમજદાર લોકો પણ કરે છે લગ્નની રાત્રે આ ભૂલો

સમજદાર લોકો પણ કરે છે લગ્નની રાત્રે આ ભૂલો

 | 3:21 pm IST

ભારતીય પરંપરા અનુસાર લગ્નનું ખુબ મહત્વ છે દરેક કપલ માટે લગ્નની પહેલી રાત ખૂબ ખાસ હોય છે. નવ પરણિત લગ્ન કપલ આ દિવસને લઇને ઘણી ખાસ વાતો વિચારે છે. કારણકે આ દિવસથી તેમની લાઇફની નવી શરૂઆત હોય છે. લગ્નની પહેલી રાતે યુવક- યુવતીઓ એકબીજાને સમજવાની કોશિશ કરે છે. પરંતુ ઘણા લોકો આ દિવસે એવી ભૂલ કરી દે છે જેથી તે લોકોને પરેશાનીનો સામનો કરવો પડે છે. તો ઘણી એવી ભૂલો છે તે અંગે જણાવવા જઇ રહ્યા છે. જે સમજદાર લોકો પણ કરી બેસે છે.

• લગ્નની રાત્રે ભુલથી પણ તમારા પાર્ટનર સાથે અતીતની વાત ન કરો. આમ કરવાથી તમારો સંબંધ શરૂ થતા પહેલા જ તેમા તિરાડ પડી જાય છે. કારણકે ઇમોશનલ થતા તમે ઘણી વાર તમારી એ વાતો પણ બોલી જાવ છે, જે તમારે ક્યારેય ન કહેવી જોઇએ.
• ક્યારેય પણ લગ્નની પહેલા દિવસે પાર્ટનરની ખામીઓ નીકાળશો નહીં. જેથી પાર્ટનરની સામે તમારી ઇમ્પ્રેશ ખરાબ થઇ શકે છે.
• આ દિવસને લઇને બન્ને લોકો નર્વસ હોય છે. પરંતુ આ ડરના લીધે તમે એકલા એકલા બોલવા લાગો છો. એકલા બોલ્યા કરતા પાર્ટનરની વાત સાંભળો જેથી તે કમ્ફર્ટેબલ થાય.
• ઘણી વાર તમે લગ્નના પહેલા દિવસથી તેમના પરિવારની ખામી અને આદતો અંગે વાત કરવા લાગો છો. જેથી પહેલા જ દિમાગમાં ખરાબ ઇમેજ બની જાય છે. જેથી ક્યારેય આ દિવસે પરિવારની ખામીઓ અંગે ડિસ્કસ ન કરો.
• આ દિવસે શારીરિક સંબંધ બાંધવાની ઉતાવર ન કરો, પહેલા એક બીજાથી વાત કરો અને એકબીજાને સમજવાની કોશિશ કરો. જ્યારે તમે કમ્ફર્ટેબલ થઇ જાવ ત્યારે આ અંગે વાત કરી બાદમાં સંબંધની શરૂઆત કરો.
• તે સિવાય આ દિવસે તમારી લાઇફની નવી શરૂઆત હોય છે. જેથી લોકો પોતાના પાર્ટનર માટે કઇક સ્પેશ્યિલ ભેટ લે છે. પરંતુ આ દિવસે ઘણા લોકો પાર્ટનર માટે ઉપહાર લઇ જવાનું ભૂલી જાય છે.