માતાની આ વાતોના કારણે નારાજ થઇ જાય છે પુત્રીઓ – Sandesh
NIFTY 10,452.30 -93.20  |  SENSEX 34,010.76 +-286.71  |  USD 64.2100 +0.30
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sex & Relationship
  • માતાની આ વાતોના કારણે નારાજ થઇ જાય છે પુત્રીઓ

માતાની આ વાતોના કારણે નારાજ થઇ જાય છે પુત્રીઓ

 | 8:58 pm IST

દુનિયાનો સૌથી સારો સંબંધ માતા અને પુત્રી વચ્ચે હોય છે. પરિવારમાં માતા પુત્રીની સારી મિત્ર હોય છે. પુત્રી માતા સાથે જ તેની દરેક વાત શેર કરે છે. કારણકે માતા જ તેના બાળકોને ખરાબ સમયમાં સાથ આપે છે. તો ઘણીવાર માતા તેના બાળકોને ધમકાવે પણ છે. પરંતુ તેનો મતલબ એ નથી કે માતા તમને પ્રેમ નથી કરતી. માતા હંમેશા તેના બાળકોનું સારું જ વિચારે છે. તો માતા ઘણી એવી વાતો હોય છે જેને લઇને પુત્રીને બોલે છે. તો પુત્રીઓ માતાની વાતનું ક્યારેય ખરાબ લગાડવાની જગ્યાએ સમજવાની કોશિશ કરવી જોઇએ.

દરેક માતા ઇચ્છે છે કે તેની પુત્રીને ધરનું કામ-કાજ આવડે. જેથી તે જ્યારે પણ તેના સાસરે જાય તો તેને મુશ્કેલી ન આવે. આ કારણના લીધે માતા તેની પુત્રીને ઘરમાં કામ કરવા માટે કહે છે. પરંતુ પુત્રી તેની માતાની આ વાતને સમજી શકતી નથી. આ વાતને લઇને માતા અને પુત્રી વચ્ચે બોલા ચાલી થાય છે. પરંતુ પુત્રીઓએ આ અંગે વધારે ચર્ચા કરવાની જગ્યાએ માતાની ભાવના સમજવી જોઇએ.

ઘણીવાર પેરેન્ટ્સ તેમના બાળકોની તુલના અન્ય બાળકો સાથે કરવા લાગે છે. જ્યારે માતા તેની પુત્રીની તુલના અન્ય છોકરીઓ સાથે કરવા લાગે છે તો તે વાતને લઇને માતા-પુત્રી વચ્ચે ઝઘડો થાય છે.પુત્રીએ હંમેશા આ વાત હંમેશા ઘ્યાન રાખવી જોઇએ કે તુલના કરવી દરેક માતા-પિતાની આદત હોય છે. તેમની વાતનું ક્યારેય ખોટુ લાગવું જોઇએ.

સોશિયલ મીડિયાનો જમાનો હોવાના કારણે બાળકો ઘણી વાર ફેસબુક અને વોટ્સઅપ પર લાગેલા રહે છે. જો માતા મોબાઇલ ફોનના કારણે બોલે છે તો તેની વાત પર ધ્યાન આપવું જોઇએ. પુત્રીએ ફોનનો વધારે ઉપયોગ કર્યા વગર માતા સાથે પણ સમય વીતાવવો જોઇએ.
આજકાલની યુવતીઓ જલદી લગ્ન કરવાનું પસંદ કરતી નથી. પરંતુ દરેક માતાનું સપનું હોય છે તે તેની પુત્રીના લગ્ન યોગ્ય સમયે સારા છોકરા સાથે થાય અને તેમની જવાબદારી ઓછી થાય. આ વાતને લઇને પણ માતા અને પુત્રી વચ્ચે બોલાચાલી થાય છે.ય