લગ્નની પહેલી રાત્રે ભૂલથી પણ ન કરશો આ 3 ભૂલો - Sandesh
NIFTY 10,426.85 +5.45  |  SENSEX 33,856.78 +-61.16  |  USD 64.8550 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sex & Relationship
  • લગ્નની પહેલી રાત્રે ભૂલથી પણ ન કરશો આ 3 ભૂલો

લગ્નની પહેલી રાત્રે ભૂલથી પણ ન કરશો આ 3 ભૂલો

 | 4:10 pm IST

પોતાનાના લગ્નને લઇને દરેક લોકો ખૂબ ઉત્સાહિત રહે છે. આ ખાસ દિવસને યાદગાર બનાવવા માટે કોઇપણ વ્યક્તિ કોઇ કસર છોડતા નથી. એવામાં દરેક વ્યક્તિ કોશિશ કરે છે કે લગ્નની પહેલી રાત્રે તે તેના પાર્ટનર માટે કઇક ખાસ કરે કે તેનો પાર્ટનર તેની પર ફિદા થઇ જાય. પરંતુ શુ તમે જાણો છો કે ઇમ્પ્રેશનના ચક્કરમાં કેટલીક વાર તમે એવી ભૂલ કરી બેસો છો જે બાદમાં ખૂબ ભારે પડી શકે છે. આવો જોઇએ એવી જ ત્રણ ભૂલો અંગે…

– લગ્નની પહેલી રાતને સુંદર બનાવવા માંગો છો તે ક્યારેય તમારા પાસ્ટ અફેયર્સ કે ગર્લફ્રેન્ડને તમારા પાર્ટનરની સામે ડિસ્કસ ન કરો. આમ કરવાથી તમારા સંબંધ બનતા પહેલા જ ખરાબ થઇ શકે છે.

– કેટલીક વાર જોવા મળે છે કે યુવક લગ્નની પહેલી રાતે તેની પત્નીથી લગ્નમાં થયેલી નાની – મોટી ભૂલોને લઇને વાતો કરવા લાગે છે. આમ કરવાથી તમારી પત્નીને દુઃખ પહોંચી શકે છે. તમારા પાર્ટનરના ઘરના સદસ્યોની કોઇ ખામી ન નીકાળો. યાદ રાખો કે મોટા મોટા ફંક્શનમાં નાની-મોટી ખામીઓ રહી જાય છે. આ વાતનું ધ્યાન યુવતીઓએ પણ રાખવું જોઇએ.

– લગ્નની પહેલી રાતે એકબીજાને સમજવાની કોશિશ કરો. તમારા પાર્ટનરની પસંદ-નાપસંદ અંગે જાણકારી હાંસલ કરો. જેથી ભવિષ્યમાં તેને સમજવામાં સહેલાઇ થાય. એવામાં પહેલી રાત્રે કોઇપણ ઉતાવળ ન કરવી જોઇએ. નહીતર સંબંધ ખરાબ થઇ શકે છે.