Relationship Not able to enjoy do during sex
  • Home
  • Sex & Relationship
  • સેક્સ દરમિયાન નથી કરી શકતા એન્જોય, તો દૂર રહો આ વસ્તુઓથી

સેક્સ દરમિયાન નથી કરી શકતા એન્જોય, તો દૂર રહો આ વસ્તુઓથી

 | 8:16 pm IST

સેક્સ અંગે કેટલીક વાતો કહેવામાં આવે છે અને કેટલીક વાતો એવી પણ હોય છે જે અંગે લોકોને જાણકારી હોતી નથી. ઘણી વાતો અંગે લોકોને ત્યારે ખબર પડે છે કે જ્યારે તે સેક્સનો અનુભવ કરી ચૂક્યા હોય છે. પરંતુ દરેક વસ્તુને પરફેક્શનની સાથે કરવાના ચક્કરમાં કેટલીક વખત તે સેક્સની મજા પણ ખરાબ કરી લે છે. જરૂરી નથી કે દર વખતે મૂડની સાથે પરફેક્શન પણ જરૂરી હોય.

જો તમે સેક્સ દરમ્યાન એન્જોય નથી કરી રહ્યા તો તમને તે કારણો અંગે વિચારવાની જરૂરત નથી. જેના કારણ આવું થઇ રહ્યું છે. કેટલાક લોકો આ વિચારવામાં સમય અને પૈસા બરબાદ કરી દે છે. તે તેમના પાર્ટનરને સિડ્યુસ કરવા માટે, તેનો મૂડ બનાવવા માટે શુ પહેરે પરંતુ આ સમજવાની જરૂર છે કે જ્યાં સુધી તે અંદરથી સેક્સી અનુભવ નહી કરે ત્યાં સુધી દરેક મહેનત બેકાર છે.

સિડ્યુસ કેવી રીતે અને ક્યારે કરવાનું છે તેને લઇને લોકો દરેક પ્રકારની બુક વાંચી લે છે અને ફિલ્મ પણ જોઇ લે છે. થઇ શકે છે. કે તમારા મિત્રોને પણ સેક્સને લઇને તમને કેટલીક સલાહ આપી હોય. પરંતુ કેટલીક વખત આ વાતો કામ લાગતી નથી. તેનાથી તમારી સેક્સ લાઇફ પર ખરાબ અસર પડે છે. આ રીતના અનુભવ કર્યા પછી ફ્લોની સાથે કામ કરો.

કેટલીક વખત એવું પણ થાય છે કે લોકો તેમની સેક્સ લાઇફને લઇને કેટલાક વિચારો કરવા લાગે છે અને તેને ફિલ્મની સાથે જોડી દે છે. એવામાં તે લોકો તેમની સેક્સ લાઇફને લઇને દુખી થઇ જાય છે.