relationship not just men women also seeing movie study
  • Home
  • Featured
  • મહિલાઓ પણ પોર્ન જોવાની હોય છે શોખીન, માત્ર પુરૂષ જ નહીં

મહિલાઓ પણ પોર્ન જોવાની હોય છે શોખીન, માત્ર પુરૂષ જ નહીં

 | 12:36 pm IST

ભલે અત્યાર સુધી લોકો વચ્ચે આ માન્યતા રહી હોય કે પોર્નને માત્ર પુરૂષ એન્જોય કરે છે. પરંતુ હવે એક સ્ટડીમાં તેનુ વિપરિત પરિણામ સામે આવ્યું છે જેનાથી માલૂમ પડે છે કે સેકશુઅલ અને પોર્નોગ્રાફિક તસવીરો જોવા પર માત્ર પુરૂષ જ નહીં પરંતુ મહિલાઓ પણ પુરૂષોની બરાબર ઉત્તેજના અનુભવે છે. 

સેક્શુઅલ તસવીર જોઇને બ્રેનની એક્ટિવીટી માપવામાં આવી

જર્મનીના મૈક્સ પ્લેંક ઇન્સ્ટિટ્યૂટ ફોર બાયોલોજિકલ સાઇબરનેટિક્સના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા રિસર્ચ અનુસાર કોઇ વ્યક્તિ કોઇ સેક્શુઅલ ઇમેજ જોઇને કેવી રીતે રિસ્પોન્સ આપે છે કે કેવી રીતે ઉત્તેજિત થાય છે. તેના આધાર પર તેમની સેક્સ કરવાની રીત થોડીક અલગ હોય શકે છે. આ સ્ટડીના પરિણામને PNAS નામના જર્નલમાં પ્રકાશિત કરવામાં આવી છે. જેમા અનુસંધાનકર્તાઓએ 61 ન્યૂરોઇમેજિંગ સ્ટડીજના ડેટાની તપાસ કરી. આ એક એવી રીત છે જેના દ્વારા બ્રેનની એક્ટિવિટીને માપવામાં આવે છે.

ઉત્તેજિત કરનારી ઇરૉટિક તસવીરો બતાવવામાં આવી

અનુસંધાનકર્તાઓની ટીમે 1 હજાર 850 લોકોના બ્રેનની ઇમેજની તપાસ કરી. જેમા સામે ઉત્તેજિત કરનારી ઇરૉટિક તસવીરો રાખવામાં આવી હતી. આ સ્ટડીના પરિણામ મુજબ વ્યક્તિનું બ્રેન સેક્શુઅલ તસવીરો જોઇને એક જેવું જ રિએક્શન આપે છે અને આ વાતથી કોઇ ફરક પડતો નથી કે તે વ્યક્તિ પુરૂષ છે કે મહિલા, અંતર માત્ર વ્યક્તિના વ્યવહારમાં હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન