Online જીવનસાથી પસંદ કરવામાં કરશો આવી ભુલો તો પછી પેટ ભરીને થશે પસ્તાવો - Sandesh
NIFTY 10,733.00 +32.55  |  SENSEX 34,906.50 +135.45  |  USD 63.9600 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sex & Relationship
  • Online જીવનસાથી પસંદ કરવામાં કરશો આવી ભુલો તો પછી પેટ ભરીને થશે પસ્તાવો

Online જીવનસાથી પસંદ કરવામાં કરશો આવી ભુલો તો પછી પેટ ભરીને થશે પસ્તાવો

 | 6:00 pm IST

આજકાલની ટેકનોલોજીથી ભરેલી દુનિયામાં ઇન્ટરનેટનો ઉપયોગ ફક્ત મોબાઇલ રિચાર્જ, ઓનલાઇન શોપિંગ કે ટિકિટ બુકિંગ કરાવવા સુધી સિમિત નથી.પરંતુ મોટે ભાગે યુવાઓ તેમના પાર્ટનરની પસંદગી માટે ઇન્ટરનેટનો સહારો લઇ રહ્યા છે. ઓનલાઇન પાર્ટનર શોધવાનૌ સૌથી મોટો ફાયદો એ હોય છે કે તમે તે વ્યક્તિ વિશે યોગ્ય રીતે જાણી શકો છો. જેન તમે તમારો લાઇફ પાર્ટનર બનાવવા માંગો છો. પહેલા આ ટ્રેન્ડ વિદેશમાં જોવા મળતો હતો. પરંતુ હવે ભારતમાં પણ ઓનલાઇન પાર્ટનર શોધવાનો ટ્રેન્ડ વધી ગયો છે. હવે એ સમય નથી રહ્યો કે, માતા-પિતા કે પરિવારના લોકો પાર્ટનર ને ઘરે બોલાવે કે બહાર મળવા માટે બોલાવે. આજકાલ દરેક વસ્તુ હાઇટેક થઇ ગઇ છે.

જોકે આ વાત પણ સત્ય છે કે ઓનલાઇન પાર્ટનરનો જેટલો ફાયદો થાય છે એટલું જ નુક્શાન થાય છે. આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે સોશિયલ મીડિયા પર પહેલા મિત્રતા થાય છે. તે બાદ એકબીજાને મળે છે અને તે બાદ પ્રેમ અને બાદમાં દગો થાય. ઘણાં લોકો જોડે આવું ઠગ પણ થાય છે.કેટલાક લોકોનું દિલ તૂટી જાય છે, તો કેટલાક લોકોને ઇજ્જતની સાથે પણ સોદો કરવો પડે છે. જેથી આજે અમે તમને ઘણી એવી વાતો જણાવી રહ્યા છીએ કે ઓનલાઇન પાર્ટનર શોધતી વખતે ફોલો કરવા ખૂબ જરૂરી છે. જો તમે ઓનલાઇન પાર્ટનર શોધી રહ્યા છો તો આ વાતોનું ખાસ ધ્યાન રાખો.

• સામે વાળા વ્યક્તિથી આકર્ષાઇને તમારી પર્સનલ વાત શેર ન કરો. જેમ કે ઘરનું સરનામુ,ફોન નંબર શેર ન કરવા.આમ કરવાથી તમે મુશ્કેલીમાં પડી શકો છો.
• શરૂઆત દરમિયાન વાત કરવામાં સિમિત સમયમાં ચેટ કરો. સામે વાળી વ્યક્તિ તમારી ચેટને પોતાની તાકાત બનાવી શકે છે.
• જ્યાં સુધી તમે સામે વાળી વ્યક્તિને બરાબર જાણી ન લો, ત્યાં સુધી તમારો પર્સનલ ફોટો શેર ન કરો.
• ઓનલાઇન ડેટિંગમાં મળેલ સંબંધને વધારે ગંભીરતાથી ન લો. કારણકે તે તમારી રીયલ દુનિયા નથી.
• જ્યારે પણ એકબીજાને મળો, તો સાર્વજનિક જગ્યા પર મળો. પ્રથમ મુલાકાતમાં તમે તમારા મિત્ર કે કોઇ અન્ય વિશ્વસનીય વ્યક્તિને સાથે લઇ જાવ.
• યુવતીઓ પોતાના વખાણ સાંભળવા માટે યુવકોને પોતાની હોટ અને સેક્સી ફોટો મોકલી દે છે. પરંતુ યુવતીઓએ ફોટા ન મોકલવા જોઇએ, કારણકે બાદમાં તેનો ખોટો ઉપયોગ થઇ શકે છે.
• ઘણાં એવા લોકો હોય છે, જે લગ્નના બહાને યુવતીઓને ફસાવે છે. જેથી પોતાની લાઇફનો આટલો મોટો નિર્ણય લેતા પહેલા યોગ્ય રીતે તેની તપાસ કરી લો અને પોતાના પરિવારજનોની સલાહ જરૂરથી લો.
• સામે વાળી વ્યક્તિ પોતાની કોઇ મજબૂરી કહીને તમારી પાસે પૈસા પણ પડાવી શકે છે. આ વાતથી સાવધાન રહો.