માસિક સમયે શારીરિક સંબંધ બાંધવાથી વધે છે ગર્ભ રહેવાનું જોખમ - Sandesh
  • Home
  • Sex & Relationship
  • માસિક સમયે શારીરિક સંબંધ બાંધવાથી વધે છે ગર્ભ રહેવાનું જોખમ

માસિક સમયે શારીરિક સંબંધ બાંધવાથી વધે છે ગર્ભ રહેવાનું જોખમ

 | 5:05 pm IST

ઘણાં કપલ્સ પીરિયડ્સમાં શારીરિક સંબંધ બનાવવાને સુરક્ષિત માને છે. તે લોકોને લાગે છે કે તે સમયે પ્રેગનેન્ટ થવાના કોઇ ચાન્સ નથી. પરંતુ આવું નથી હોતું. નિષ્ણાંતો અનુસાર માસિક સમયે પ્રેગ્નેન્ટ થવાની સંભાવના 1-5 ટકા સુધી હોય છે. જોકે મહિલાના અંડકોશમાંથી ઇંડુ નીકળી ફૈલોપિયન ટ્યૂબથી ગર્ભાશયમાં પહોંચે છે. ફૈલોપિયન ટ્યૂબમાં ઇંડા શુક્રાણુથી ફર્ટિલાઇઝ થઇ ગર્ભાશયમાં પહોંચે છે. જે બાદ ગર્ભ ધારણ થાય છે.પરંતુ આ ઇંડામાં જો શુક્રાણુ ન મળે તો તે માસિકના રૂપમાં બહાર આવી જાય છે. આ રક્તસ્ત્રાવને પીરિયડ્સ કહેવામાં આવે છે.

પીરિયડ્સ દરમિયાન ગર્ભધારણની સંભાવના ખૂબ ઓછી હોય છે. પરંતુ ક્યારેક પીરિયડ્સની આ સમયગાળો ખૂબ ઓછો હોય છે અને ત્રણ-ચાક દિવસ બાદ ફરીથી ઓવ્યુલેશન શરૂ થઇ થાય છે. એવામાં કોઇ પ્રોટેક્શન વગર શારીરિક સંબંધ બનાવવામાં આવે તો ગર્ભધારણની સંભાવના રહે છે. નાના પીરિયડ્સના સમયગાળાની મહિલાઓની સાથે આ ખતરો વધારે હોય છે. એવામાં ઘણા એવા મામલા જોવા મળ્યા છે કે પીરિયડ્સ દરમિયાન સેક્સ કર્યા બાદ મહિલા ગર્ભવતી થઇ છે. એવામાં જરૂરી છે કે રિસ્ક ન લો અને તે દરમિયાન પણ પ્રોટેક્શનનો ઉપયોગ કરો.

તે સિવાય પીરિયડ્સ દરમિયાન સેક્સથી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ સુરક્ષિત માનવામાં આવે છે. એક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે તે દરમિયાન કોઇપણ પ્રોટેક્શન વગર સંબંધ બનાવવાથી બન્ને પાર્ટનરમાં યૌન સંબંધી ઇન્ફેક્શનનો ખતરો વધારે રહે છે. તેમજ તબીબોનું કહેવું છે કે પીરિયડ્સ દરમિયાન સેક્સ કરવાનો કોઇ વિશેષ ફાયદો નથી થતો. તે સ્વચ્છતાને લઇને યોગ્ય નથી. તે દરમિયાન તમે સંબંધ બનાવો છો તો પ્રોટેક્શનનો ઉપયોગ કરવો જરૂરી છે.