પ્રોમિસ ડે પર પાર્ટનરને આ વાયદા કરી સબંધને બનાવો મજબૂત - Sandesh
  • Home
  • Sex & Relationship
  • પ્રોમિસ ડે પર પાર્ટનરને આ વાયદા કરી સબંધને બનાવો મજબૂત

પ્રોમિસ ડે પર પાર્ટનરને આ વાયદા કરી સબંધને બનાવો મજબૂત

 | 4:14 pm IST

પ્રોમિસ ડે વેલેન્ટાઇન વીકનો ખાસ દિવસ છે. આ દિવસે બે પ્રેમ કરનાર લોકો એક બીજાને ઘણા પ્રોમિસ કરે છે. આ વાયદામાં તે લોકો હંમેશા એકબીજાનું ધ્યાન રાખે છે. કહેવામાં આવે છે કે બે પ્રેમ કરનાર વચ્ચે વાયદાની કોઇ જગ્યા ન હોવી જોઇએ. એકબીજા વચ્ચે કરવામાં આવેલા વાયદાથી વિશ્વાસ વધે છે. આવો જોઇએ એવા ક્યા પ્રોમિસ છે જે તમે તમારા પાર્ટનરને કરો છો.

આ પ્રોમિસ ડે પર સૌથી પહેલો વાયદો તમે તમારા પાર્ટનરને કરો કે તમે હંમેશા તેને પ્રેમ કરતા રહેશો. તમારા દિલમાં તેમના માટે જે પ્રેમ છે તે ક્યારેય ઓછો થશે નહી.બે પ્રેમ કરનાર લોકો માટે જરૂરી હોય છે કે તે હંમેશા એકબીજાનો સાથ આપે. બે લોકો વચ્ચેનો પ્રેમ ત્યારે લાંબા સમય સુધી કાયમ રહેશે. જ્યારે તે એકબીજાનો સાથ આપવાથી ક્યારેય પીછેહટ કરશે નહીં.તમારા પાર્ટનરનું ધ્યાન રાખવાનો મતલબ ફક્ત એજ નથી કે તમે તેમની વાતો માનો છો. પરંતુ કેટલીક વાર સામે વાળાની વાત કહ્યા વગર પણ તમારે તેમની વાત સમજવી જોઇએ

પ્રેમમાં આ ખૂબ જરૂરી છે કે બે પ્રેમ કરનાર વ્યક્તિ એકબીજા સાથે ખુશીનો અનુભવ કરે. આ પ્રોમિસ ડે પર તમે તમારા પાર્ટનરથી વાયદો કરી શકો છો કે તમે તેને હંમેશા ખુશ રાખશો. તે સિવાય બન્નેએ એકબીજાનું માન રાખવું જોઇએ. જો સમ્માન નહીં રાખો તો તમારો સંબંધ આગળ વધશે નહીં. પ્રોમિસ ડે પર તમે તમારા પાર્ટનરને ખરાબ આદતો છોડી દેવાનો પણ વાયદો કરી શકો છો. તો ઘણીવાર સંબંધોમાં એવી પરિસ્થિતિ પણ આવી જાય છે કે જ્યારે તમે તમારા પાર્ટનરથી ખોટું બોલો છો જેથી તમારા સંબંધમાં ખટાશ આવી જાય છે. તો તમે પ્રોમિસ કરો કે તમે ક્યારેય ખોટું બોલશો નહીં અને હંમેશા એકબીજાની સાથ નીભાવશો.