યુવતીને પ્રપોઝ કરતા પહેલા રાખો આ વાતોનું ખાસ ધ્યાન - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sex & Relationship
  • યુવતીને પ્રપોઝ કરતા પહેલા રાખો આ વાતોનું ખાસ ધ્યાન

યુવતીને પ્રપોઝ કરતા પહેલા રાખો આ વાતોનું ખાસ ધ્યાન

 | 4:00 pm IST

જો તમે કોઇ યુવતીને પસંદ કરો છો અને જલદી જ તેને પ્રપોઝ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ભૂલથી પણ આ ભૂલ ન કરશ. નહીંતર તમારી વાત બનવાની જગ્યાએ બગડી પણ શકે છે. તમારી આ ભૂલોને લીધે તમારે પસ્તાવું પણ પડી શકે છે.

કોઇપણ યુવતીને પ્રપોઝ કરતા સમયે તમારા કોઇ મજાકિયા મિત્રને સાથે ન લઇ જાવ. જો તમે તેને સાથ લઇન જશો અને તે મજાક મજાકમાં તમારી કોઇ વાત યુવતીની સામે બોલી જશે તો મુશ્કેલી થઇ શકે છે અને તે યુવતી તમને ના પણ કહી શકે છે. પ્રપોઝ કરતા પહેલા આ વાત જાણવી ખૂબ જરૂરી છે કે તે યુવતી તમારા પ્રત્યે કેટલી ગંભીર છે અને તે તમારી સાથે તમારી સાથે તેના સંબંધને કેટલી આગળ વધવા માંગે છે.

પ્રપોઝ કરવા માટેની જગ્યા પસંદ કરો. તેના માટે કોઇ એવી જગ્યા પસંદ કરો કે જે તમારા બન્ને માટે ખાસ હોય, તે સિવાય તમારી ગર્લફ્રેન્ડને ખૂબ પસંદ હોય. આ પળને યાદગાર બનાવાવ માટે તમારે પરફેક્ટ દેખાવવું જરૂરી છે. જેથી કપડા, બૂટ સહિતની વસ્તુની પસંદ કરતા સમયે ખાસ ધ્યાન રાખો.