Veere Di Weddingના કારણે હસ્તમૈથુન આવ્યું ચર્ચામાં, જાણો તેના જબરદસ્ત ફાયદા - Sandesh
  • Home
  • Sex & Relationship
  • Veere Di Weddingના કારણે હસ્તમૈથુન આવ્યું ચર્ચામાં, જાણો તેના જબરદસ્ત ફાયદા

Veere Di Weddingના કારણે હસ્તમૈથુન આવ્યું ચર્ચામાં, જાણો તેના જબરદસ્ત ફાયદા

 | 4:00 pm IST

પિંક મૂવીમાં ફિઝિકલ હેરેસમેન્ટ અને પેડમેનમાં મહિલાઓના માસિક સ્ત્રાવથી જોડાયેલી સમસ્યાઓ બતાવ્યા પછી હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ વીરે દી વેડિંગમાં અભિનેત્રી સ્વરા ભાસ્કરને હસ્તમૈથુન કરતા બતાવવામાં આવી છે. આ સીનને લઇને સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચામાં છે. આ સીન માટે ટ્રોલર્સે કેટલીક ખરાબ કોમેન્ટ પણ કરી છે. પરંતુ આ સીન બાદ ફિમેલ હસ્તમૈથુન પર કેટલીક ચર્ચા થવા લાગી છે. જોકે ડોક્ટર્સ અનુસાર હસ્તમૈથુન કરવું કુદરતી એક્ટ છે. તેનાથી ન ફક્ત શરીરને આનંદનો અનુભવ થાય છે. પરંતુ સેક્સુઅલ તનાવ પણ દૂર થાય છે. આવો જોઇએ મહિલાઓના હસ્તમૈથુન કરવાના ફાયદા..

તનાવ મુક્ત
હસ્તમૈથુન દરમયિાન ધબકારા વધી જાય છે. બ્લડનો ફ્લો પણ વધી જાય છે. આ દરેક શારીરિક પ્રક્રિયાઓને કારણે તનાવથી રાહત મળે છે. જેમ કે તમે સેક્સ પછી રાહત અને તનાવથી મુક્ત અનુભવ કરો છો.

રાત્રે સારી ઊંઘ
જ્યારે તમે સેક્સુઅલ ક્વાઇમેક્સ પર છો અને ફીલ ગુડ જોનમાં પહોંચી જાવ છો તો તેને મતલબ થયો કે શરીરમાંથી ઓક્સિટોક્સિન અને એન્ડોર્ફિન હોર્મોન્સ રિલીઝ થઇ ગયા છે અને તમને હસ્તમૈથુન કરવાથી સારો અનુભવ થાય છે. તેનાથી ઊંઘ પણ સારી આવે છે.

પીરિયડ્સનો દુખાવો
હસ્તમૈથુનથી માસિક ધર્મથી જોડાયેલી સમસ્યાઓ દૂર કરી શકાય છે. માસિક ધર્મ દરમિયાન થતા દુખાવાથી હસ્તમૈથુનથી નીકળનારા રસાયણના કારણે રાહત મળે છે.

પ્રેગનેન્ટ થવાનો ડર નહીં
હસ્તમૈથુ કરવાથી કોઇપણ નકારાત્મ અસર પડતી નથી. તેને કરવાથી તમને કોઇપણ નુકસાન થશે નહીં. ન તો તમે બીમાર પડશો અને ન તો તમને પ્રેગનેન્ટ થવાનો ડર રહેશે.

એક કુદરતી પ્રક્રિયા
હસ્તમૈથુન દુનિયાભરમાં એક સામાન્ય સેક્સુઅલ એક્ટિવિટી છે અને તે ફિઝિકલ, મેન્ટલી તેમજ ઇમોશનલી રાહત આપનારી ક્રિયા છે. ઓર્ગેજમથી એન્ડોરફિંસ ડોપામાઇન અને ઓક્સિટોસિન રિલીઝ થાય છે. જેનાથી મૂડ સારો રહે છે.

નથી થતું કેન્સર
એક રિસર્ચમાં પણ આ વાત સામે આવી છે કે ફિમેલ હસ્તમૈથુમાં સર્વાઇકલ ઇન્ફેક્શનથી રાહત મળે છે. રેગ્યુલર ઓર્ગેજમથી ગર્ભાશય પર સકારાત્મક અસર પડે છે. તે સિવાય ઓછામાં ઓછું મહિનામાં હસ્તમૈથુ કરો છો તો તેમા પ્રોસ્ટેટ કેન્સરની આશંકા ઓછી થઇ જાય છે.

રિસર્ચ અનુસાર
એક શોધમાં માલૂમ પડ્યું છે કે 18 થી વધારે ઉંમરની મહિલાઓને ઓછામાં ઓછા એક વખત હસ્તમૈથુન કર્યું હતું. પરંતુ કેટલીક મહિલાઓ તેને નિયમિત રીતે કરે છે. 25-29 વચ્ચે 7.9 ટકા મહિલાઓ એક અઠવાડિયામાં 2-3 વખત હસ્તમૈથુન કરે છે. જ્યારે 23.4 ટકા પુરૂષ એક અઠવાડિયામાં 3-4 વખત હસ્તમૈથુન કરે છે.