સાવધાન ! સેક્સ ન કરવાથી શરીરને થઇ શકે છે આ નુક્શાન - Sandesh
  • Home
  • Sex & Relationship
  • સાવધાન ! સેક્સ ન કરવાથી શરીરને થઇ શકે છે આ નુક્શાન

સાવધાન ! સેક્સ ન કરવાથી શરીરને થઇ શકે છે આ નુક્શાન

 | 7:41 pm IST

આપણામાંથી વધારે લોકો અનેક વખત સેક્સ પ્રતિ કેરલેસ થઇ જાય છે. પરંતુ એવા લોકોને માલૂમ નથી કે તેનો શરીર પર શુ પ્રભાવ પડશે. જોકે તેનું કોઇ ગંભીર પરિણામ નથી હોતું. પરંતુ જો તમે લાંબા સમય સુધી સેક્સ કરો તો તમારા શરીરની સિસ્ટમમાં ગડબડ કરી દે છે. આવો જોઇએ લાંબા સમય સુધી સેક્સ ન કરવા પર શરીરને શુ નુક્શાન થાય છે.

કામેચ્છામાં ઘટાડો
જો તમે કોઇપણ કારણોસર લાંબા સમય સુધી સેક્સ ન કરો તો તમે અનુભવ કરશો કે તમારી કામેચ્છામાં ઘટાડો થયો છે. સાથે જ સેક્સને લઇને તમારી કામ વાસના પણ ઓછી થવા લાગે છે. એટલું જ નહી, જો કામેચ્છા ઓછી થયા બાદ તમે સેક્સ કરો છો તો પણ તમને સંતુષ્ટિ અને આનંદનો અનુભવ નહી થાય.

લુબ્રિકેશનમાં ઘટાડો
અનેક મહિલાઓ લાંબા સમય સુધી સેક્સ ન કરે તો તેની સાઇડ ઇફેક્ટ થાય છે. જેમા વજાઇનામાં ડ્રાઇનેસ આવી જાય છે. ખાસકરીને મોટી ઉંમરની મહિલાઓ લાંબા સમય બાદ સેક્સ કરે છે તો તેમનામાં લુબ્રિકેશનમાં ઘટાડાને કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

તણાવમાં વધારો
સેક્સ અંગે હંમેશા કહેવામા આવે છે કે આ સ્ટ્રેસબસ્ટરની જેમ કામ કરે છે. કારણકે સેક્સ દરમિયાન શરીરમાં ફીલ-ગુડ હોર્મોન રિલીઝ થાય છે. જે આપણાને તણાવથી દૂર રાખે છે.જોકે સેક્સમાં ઘટાડો અને ફીલ-ગુડ હોર્મોનના રિલીઝ ન થવાના કારણે સ્ટ્રેસ લેવલ મેનેજ કરવું મુશ્કેલ થઇ જાય છે.

પીરિયડ્સ દરમિયાન તકલીફ
સેક્સ ફક્ત તણાન નહી પરંતુ દરેક દુખાવાનો અનુભવ પણ ઓછો કરાવે છે. એટલું જ નહી સેક્સ પીરિયડ્સ દરમિયાન થનારા ક્રેમ્પસને પણ દૂર કરે છે. જ્યારે કોઇ મહિલા પીરિયડ્સ દરમિયાન ઓર્ગેજ્મનો અનુભવ કરે છે તો યુટ્રીન કોન્ટ્રેક્શનના કારણથી શરીરથી નીકળી રહેલુ રક્તનો પ્રવાહ તેજ થઇ જાય છે. જેનાથી પીરિયડ્સના દુખાવો ઓછો થાય છે. જો તમે સેક્સ કરવાનું બંધ કરી દેશો તો પીરિયડ્સ દરમિયાન તમને વધારે દુખાવો થશે.

જોકે તમે લાંબા સમય બાદ સેક્સ કરો છો તો તમને સામાન્ય દિવસ કરતા વધારે દુખાવો થાય છે અને યોની માર્ગમાં સૂજન પણ આવી શકે છે. સાથે જ તમે માંસપેશીઓમાં પણ ઘણો દુખાવો થાય છે કારણકે તમારા શરીરને સેક્સની આદત થઇ ગઇ હોય છે.