Relationship Sex can be caused by doing such a condition
  • Home
  • Featured
  • આવી સ્થિતિમાં સેક્સ કરવાથી થઇ શકે છે નુકસાન

આવી સ્થિતિમાં સેક્સ કરવાથી થઇ શકે છે નુકસાન

 | 4:37 pm IST

સેક્સ લાઇફનું એક અભિન્ન અંગ છે. જેને એક કપલની વચ્ચે મજબૂત સંબંધનો આધાર માનવામાં આવે છે. પરંતુ શુ તમે જાણો છો કે કેટલીક સ્થિતિ એવી પણ હોય છે. જ્યારે તમે સેક્સ કરવાથી દૂર રહેવું જોઇએ. આવો જોઇએ તે કઇ સ્થિતિ છે.

તમે તમારા પાર્ટનરની સાથે ડેટ પર તો ઘણી વખત ગયા હશો. મસ્તી અને પાર્ટી પણ કરી હશે. પરંતુ તેનો મતલબ એ નથી કે તેમ તમારા પાર્ટનરને યોગ્ય રીતે જાણો છો. તમને તમારા પાર્ટનરને લઇને ડાઉટ છે. જો તમને તમારા પાર્ટનરની થોડીક પણ નજીક આવવામાં હિચકિચાટ થઇ રહી છે તો તમે એવી સ્થિતિમાં પાર્ટનરની સાથે સેક્શુઅલ રિલેશન ન બનાવો.

માનવામાં આવે છે કે સેક્સ દરેક દર્દની દવા છે. તેનાથી માથાનો દુખાવો, થાક જેવી સમસ્યાઓ દૂર થઇ જાય છે. પરંતુ તમને પ્રાઇવેટ પાર્ટમાં કોઇપણ પ્રકારનો દુખાવો કે ખંજવાળ આવી રહી છે તો તમે એવી સ્થિતિમાં પાર્ટનરથી દૂર રહો.

જો તમે કોઇ એવા વ્યક્તિને ડેટ કરી રહ્યા છો જે પરણિત કે કમિટેડ છે. તેમજ એવો વ્યક્તિ જે તમને ખૂબ લવ કરે છે પરંતુ તમે નથી કરતા તો આવી સ્થિતિમાં તમારા પાર્ટનર સાથે સેક્શુઅલ રિલેશન ન બનાવો.

વાત જ્યારે સેક્સની આવે છે તો પ્રોટેક્શન ખૂબ જરૂરી હોય છે અને એવી સ્થિતિમાં તમારા પાર્ટનર કે તેની પાસે કોઇપણ પ્રકારનું પ્રોટેકશ્ન ન હોય તો સેક્સ ન કરવું જોઇએ.

કહેવામાં આવે છે કે મન લગાવીને કરેલું કામ હમેશા સારુ પરિણામ આપે છે અને આ વાત પાર્ટનર્સની વચ્ચે સેક્શુઅલ રિલેશનશિપ પર પણ લાગૂ પડે છે. પરંતુ તમારું અને તમારા પાર્ટનરનું મન નથી કરતું તો સેક્સથી દૂર રહો.