Hug Dayના દિવસે પાર્ટનરને આ ખાસ રીતે આપો 'જાદુની જપ્પી' - Sandesh
NIFTY 10,528.35 +47.75  |  SENSEX 34,305.43 +112.78  |  USD 65.4900 +0.29
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sex & Relationship
  • Hug Dayના દિવસે પાર્ટનરને આ ખાસ રીતે આપો ‘જાદુની જપ્પી’

Hug Dayના દિવસે પાર્ટનરને આ ખાસ રીતે આપો ‘જાદુની જપ્પી’

 | 1:00 pm IST

આજે વેલેન્ટાઇન વીકનો પાંચમો દિવસ એટલે ‘હગ ડે’ પર કપલ્સ એકબીજાને ગળે મળીને પોતાની ફરિયાદો દૂર કરે છે. સંબંધને મજબૂત બનાવવા માટે આ દિવસ સૌથી સ્પેશ્યલ દિવસ હોય છે. જરૂરી નથી કે તમે તમારા પાર્ટનર સાથે જ આ દિવસ સેલિબ્રેટ કરી શકો છો. તમે મિત્ર, સહયોગી, પેરેન્ટ્સ કે તમારા ભાઇ-બહેનને પણ ગળે મળીને આ દિવસ સેલિબ્રેટ કરી શકો છો. આ દિવસે પાર્ટનરને હગ કરીને કહી શકો છો કે તમે તેમણે કેટલો પ્રેમ કરો છો. આજે અમે તમણે કહીશુ કે કેવી રીતે તમે પાર્ટનરને ગળે લગાવીને સ્પેશ્યલ ફીલ કરાવી શકો છો.

ટાઇટ હગ
આજના દિવસે પાર્ટનરને ટાઇટ હગ કરીને આઇ લવ યુ કહી શકો છો. તમારી પાર્ટનર ખુશ થઇ જશે. તે સિવાય તમારી વચ્ચે પ્રેમ વધવાની સાથે – સાથે સંબંધ પણ મજબૂત બની જશે.

ઇંબ્રેસિંગ હગ
તમે તમારા પાર્ટનરને કહેવા માંગો છો કે તમે દરેક મુશ્કેલીમાં તેમની સાથે જ છો. તો તમે તમારા પાર્ટનરને ઇંબ્રેસિંગ હગ કરી શકો છો. આ રીતે ગળે લગાવીને તમે તમારા પાર્ટનરને તમારા સાથનો અનુભવ કરાવી શકશો.

સાઇડ આર્મ હગ
પાર્ટનરની સાથે કોઇપણ પ્રકારનો ઝઘડો કે નારાજગી થવા પર તમે આ રીતે જાદુની જપ્પી આપો. આમ કરવાથી તેમનો ગુસ્સો ચપટીમાં ગાયબ થઇ જશે. આજના દિવસે દરેક કપલ વચ્ચે નારાજગી ઓછી થઇ જાય છે.

બેક સાઇડ હગ
પાર્ટનરની નજીક જવા કે તેમને આ વાત કહેવા માટે તમે તમારા પાર્ટનરને બેક સાઇડ હગ કરી શકો છો. તેને તમે કોઇપણ સરપ્રાઇઝની સાથે સ્પેશ્યલ બનાવીને કહી શકો છો કે તમે તેમને કેટલો પ્રેમ કરો છો.

લોન્ગ હોલ્ડ હગ
તમે તમારા પાર્ટનર સાથે લાઇફ ટાઇમ રહેવા માંગો છો તો તમે તમારા પાર્ટનરને લોન્ગ હગ પણ કરી શતો છો. આમ કરવાથી તમારા બન્ને વચ્ચેની દરેક નારાજગી દૂર થશે અને સંબંધમાં મીઠાશ આવશે.