પાર્ટનરને આ અનોખા અંદાજથી ગિફ્ટ કરો 'ટેડી બિયર' - Sandesh
  • Home
  • Sex & Relationship
  • પાર્ટનરને આ અનોખા અંદાજથી ગિફ્ટ કરો ‘ટેડી બિયર’

પાર્ટનરને આ અનોખા અંદાજથી ગિફ્ટ કરો ‘ટેડી બિયર’

 | 1:15 pm IST

વેલેન્ટાઇન વીકના ચોથા ‘ટેડી ડે’ પર કપલ્સ તેના પાર્ટનરને ક્યૂટ-ક્યૂટ ટેડી ગિફ્ટ કરે છે. પાર્ટનરને ટેડી બિયર ગિફ્ટ કરવાથી સંબંધમાં સૌફ્ટનેસ અને ક્યૂટનેસ આવે છે. જો તમે પણ તમારા પાર્ટનરને ટેડી ગિફ્ટ કરવાનું વિચારી રહ્યા છો તો તમે તેને હજૂ પણ વધારે સ્પેશ્યલ બનાવી શકો છો. ટેડીની સાથે લવ મેસેજ મોકલીને ટેડી ડે વિશ કરી શકો છો. જોકે યુવતીઓને ટેડી બિયર ખૂબ પસંદ હોય છે. પરંતુ તમે તમારી ફીલિંગ બતાવવા માટે કઇક અલગ અંદાજમાં ટેડી ગિફ્ટ કરી શકો છો. આવો જોઇએ કેવી રીતે પાર્ટનરને યુનિક રીતે ટેડી ગિફ્ટ કરીને તેને સ્પેશ્યલ બનાવાય.

કપલ ટેડી બિયર્સ
તમે તમારા પાર્ટનરને કપલ ટેડી બિયર ગિફ્ટલ કરીને તમારા રિલેશનશિપને આગળ વધારવાનો ઇશારો કરી શકો છો. તમે ઇચ્છો તો ટેડી પર તમારુ અને પાર્ટનરનું નામ પણ લખાવી શકો છો.

એલાર્મ ટેડી બિયર
પ્રેમ વ્યક્ત કરવા માટે તમે પાર્ટનરને ‘આઇ લવ યુ’ બોલવા વાળુ ટેડી પણ ગિફ્ટ કરી શકો છો. પાર્ટનરને ટેડી ગિફ્ટ કરતા સમયે તેને ઓન કરી દો તો તે તમારા દિલની વાત પણ સમજી જશે.

ટેડી વિથ રેડ રોઝ
રેડ રોઝ વાળું ટેડી ગિફ્ટ કરીને પણ તમે તમારા મેસેજ આપી શકો છો. તેને તમે પાર્ટનરની પસંદથી બનાવીને તમારો મેસેજ આપી શકો છો અને પાર્ટનરને ગિફ્ટ કરી શકો છો.

ટેડી બિયર કેક
તમે પાર્ટનરને ટેડી બિયર કઇક અલગ રીતે આપવા માંગો છો તો તમે તેમના માટે ચોકલેટ કેક ઓર્ડર કરી શકો છો. તેને ટેડી બિયરના શેપમાં બનાવીને આઇ લવ યુ પણ લખાવી શકો છો. જેથી તમારો પાર્ટનર તમારાથી ઇમ્પ્રેસ થઇ જશે.

ટેડી વિથ ડેકોરેટ હાર્ટ શેપ
આજકાલ માર્કેટમાં ઘણા સુંદર સુંદર હાર્ટ શેપ ટેડી બિયર મળે છે. જેને તમે પાર્ટનર ગિફ્ટ આપીને તમારા દિલની વાત કરી શકો છો.