Relationship The new cups should be done on the first Diwali
  • Home
  • Featured
  • પહેલી દિવાળી પર નવા કપલ્સે કરવા જોઇએ આ કામ

પહેલી દિવાળી પર નવા કપલ્સે કરવા જોઇએ આ કામ

 | 2:40 pm IST

લગ્નનું પ્રથમ વર્ષ હંમેશા ખાસ અને યાદગાર હોય છે. તમે હાલમાં જ તમારી બેટર હાફની સાથે જિંદગી શેર કરવાની શરૂ કરી છે અને આવનારી દરેક નાની ખુશી તમે સાથે મનાવવાની તૈયારી કરો છો. જો તમારા નવા લગ્ન થયા છે અને લગ્ન બાદ પહેલી દિવાળી છે તો આ તહેવારને સુંદર બનાવવા માટે કેટલીક વાતો છે જેને તમે ધ્યાનમાં લઇ શકો છો.

ફેમિલી ગેટ-ટુ ગેધર

કારણકે આ પહેલી દિવાળી છે તો બન્ને તરફના સંબંધીઓની સાથે ગેટ ટૂગેધરની સારી તક છે. દિવાળીની સાંજે સારો નાસ્તો, ડ્રિંક્સ, તેમજ કેટલીક ગેમ્સની સાથે મજેદાર રીતે મનાવી શકો છો સાથે સારુ હશે કે તમે દરેક લોકોને ગિફ્ટ લેવાની જગ્યાએ કહો કે બસ આશીર્વાદ આપો.

યાદગાક ગિફ્ટ

સંબંધીઓથી ગિફ્ટ લેણદેણની વચ્ચે તેમના માટે ખાસ ગિફ્ટ લેવાનું ન ભૂલો. આ ગિફ્ટ કઇ પણ હોય શકે છે. જેમ કે ફોટોફ્રેમ, પુસ્તકો, સ્માર્ટવોચ, ગેજેટ્સ જે તમારો પાર્ટનર ઘણા દિવસથી ખરીદવા માંગતો હોય તો તમે ગિફ્ટ આપી શકો છો. ગિફ્ટ એવી જોઇએ કે જને જોઇને પાર્ટનરના ચહેરા પર સ્માર્ટ આવી જાય.

જમવા માટે કરો પ્લાન

જો તમે ઘરે ગેટ-ટુગેધર છો તો આખો સમય રસોડામાં પસાર ન કરો. મિત્રો અને પરિવારની સાથે સમય પસાર કરવો વધારે જરૂરી છે. જરૂરી નથી કે દરેક વસ્તુ બહારથી જ મંગાવો કે દરેક વસ્તુ ઘરે જ મંગાવો. બહારથી ખાવાનો ઓર્ડર કરી રહ્યા છો તો કોઇ એક વસ્તુ બન્ને સાથે મળીને બનાવો. તમને બન્નેને ખૂબ મજા આવશે અને કામ પણ જલદી થઇ જશે.

એક બીજા સાથે સમય પસાર કરો

પાર્ટી ખતમ થયા બાદ એકબીજાની સાથે પણ ક્વોલિટી ટાઇમ પસાર કરો. આરામદાયક કપડા પહેરી લો. ફોનને સાઇડમાં રાખો અને એકબીજાને ગળે મળો અને વાતો કરો. જેમા ઘણી નાની નાની વાતો છે જે અગત્યની હોય છે.