Relationship These health problems can ruin intimacy life
  • Home
  • Featured
  • આ કારણથી બરબાદ થઇ શકે છે તમારી સેક્સ લાઇફ, જાણો કારણ

આ કારણથી બરબાદ થઇ શકે છે તમારી સેક્સ લાઇફ, જાણો કારણ

 | 3:32 pm IST

તમે જોયુ હશે કે લોકો તેમની સેક્સ લાઇફથી સંતુષ્ટ હોતા નથી. તેની પાછળ ઘણા કારણ હોય શકે છે. આપણે દરેક લોકો સેક્સથી જોડાયેલી કોઇ પણ સમસ્યાને મોટી માનીએ છીએ. સેક્સથી જોડાયેલી સમસ્યા પર તરત ધ્યાન ન આપ્યું તો આગળ જતા મોટી સમસ્યા થઇ શકે છે. તમને ખબર હોવી જોઇએ કે કેટલીક સ્વાસ્થ્યને લગતી બીમારીઓ પણ તમારી સેક્સ લાઇફ પર ખરાબ થઇ શકે છે. એવી જ કેટલીક બીમારીઓ અંગે તમને જણાવવા જઇ રહ્યા છીએ જે તમારી સેક્સ લાઇફને બરબાદ કરી શકે છે.

– ડાયાબીટીસ થવાથી આપણા શરીરમાં ઘણી સમસ્યાઓ થઇ જાય છે. આ સમસ્યાઓમાં સેક્સ ન કરવાની સમસ્યા પણ સામેલ છે અને તેને લઇને સેક્સુઅલ લાઇફ ખરાબ થવા લાગે છે. પુરૂષોમાં ડાયાબીટીસના કારણે ડિસ્ફંકશનની સમસ્યા સામે આવે છે.

– આપણી સેક્સ લાઇફને બરબાદ કરવામાં સૌથી મોટી સમસ્યા ડિપ્રેશન હોય છે. જો મન વગર સેક્સ કરશો તો તમે અને તમારા પાર્ટનર સેક્શુઅલ લાઇફને એન્જોય કરી શકશો નહીં. તે સિવાય મન વગર સેક્સ કરવાથી સેક્સુઅલ ડિસ્ફંક્શન થઇ જાય છે.

– સ્થૂળતા આપણા શરીરમાં અનેક બીમારીઓનું કારણ હોય છે તે જ રીતે વધતું વજન આપણી સેક્સ લાઇફને ઘણી હદ સુધી અસર કરે છે. વજન વધારે હોવાના કારણે તમે તમારા પાર્ટનર સાથે સેક્સ એન્જોય કરી શકતા નથી.

– કમરનો દુખાવો એ સામાન્ય સમસ્યા છે. શરીરમાં થનારા આ દુખાવાના કારણે સેક્સુઅલ લાઇફમાં રસ ઓછો થઇ જાય છે. દુખાવાના કારણે સેક્સને સારી રીતે એન્જોય કરી શકતા નથી. કમરના દુખાવાથી પણ સેક્સ લાઇફ પર અસર થઇ શકે છે.

– મહિલાઓમાં મેનોપોજના કારણે તેમનો સેક્સ પ્રત્યે રસ ઓછો થવા લાગે છે. તમને જણાવી દઇએ કે મેનોપોજને લઇને મહિલાઓના શરીરમાં હોર્મોન્સ બદલાય છે આ કારણથી મહિલાઓમાં ક્ષમતા ઘટવા લાગે છે. જેથી તમને સેક્સ કરવાનું મન થતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન