Relationship These preparations before intercourse make the act super hot
  • Home
  • Featured
  • સેક્સ પહેલાની આ તૈયારીઓથી પાર્ટનરને પડશે બમણી મજા

સેક્સ પહેલાની આ તૈયારીઓથી પાર્ટનરને પડશે બમણી મજા

 | 3:39 pm IST

તમે પાર્ટનર સાથે બેડમાં શુ કરો છો અને કેવી રીતે કરો છો તેના માટે ઘણી માન્યતાઓ જવાબદાર છે. સેક્શુઅલ એક્ટ દરમિયાન બન્ને પાર્ટનર યોગ્ય રીતે એન્જોય કરે અને સેક્સ બન્ને માટે pleasurable બને જેના માટે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઇએ. જોકે, અમે તમને જણાવી રહ્યા છીએ કે સેક્સથી પહેલાની તૈયારીઓ અંગે જેનાથી તમે તમારા એક્ટ સુપરહોટ બનાવી શકશો.

તમે પરણિત હોવ કે કોઇ રિલેશનશિપમાં.. તમારે હંમેશા સેક્સથી પહેલા તમારા પાર્ટનરથી મંજૂરી માંગવી જોઇએ એટલે કે જ્યાં સુધી તમારા પાર્ટનરની સહમતિ કે સ્વીકૃતિ ન મળે ત્યાં સુધી સેક્સ ન કરવું જોઇએ. નહીંતર જબરદસ્તી કહી શકાય છે. જો તમારો પાર્ટનર સ્વચ્છતા પર ધ્યાન આપતો નથી અને હાઇજીનના મામલામાં તેનો એટિટ્યૂડ નેગેટિવ છે તો તે તમારા માટે સૌથી મોટો ટર્ન ઓફ સાબિત થઇ શકે છે. કોઇપણ વ્યક્તિ એવા વ્યક્તિને કિસ કરવા નહીં માંગે જેના મોંમાંથી અતિશય દુર્ગંધ આવતી હોય. શ્વાસમાંથી દુર્ગંધ દૂર કરવા માટે તમે માઉથવૉશ, માઉથ ફ્રેશનર કે ચ્યૂઇંગમનો ઉપયોગ કરી શકો છો. તમે ઇચ્છો તો સેક્સથી પહેલા સ્નાન કરી લો જેથી શરીરમાંથી પરસેવાની દુર્ગંધ ન આવે.

જો તમે ફેમિલી પ્લાન કરી રહ્યા છો તો અલગ વાત છે. પરંતુ સેક્સ દરમિયાન પ્રોટેક્શનનો ઉપયોગ ખૂબ જરૂરી છે. જો તમને તમારા પાર્ટનરની સેક્શુઅલ હિસ્ટ્રી અંગે ખબર નથી તો તમારે કોન્ડોમનો ઉપયોગ જરૂરથી કરવો જોઇએ. જેથી તમે કોઇપણ પ્રકારના સેક્શુઅલી ટ્રાંસમિટેડ બીમારીથી બચી શકશો. સેક્સનો મતલબ માત્ર ઇન્ટરકોર્સ નથી હોતો પરંતુ એક્ટની પુરી મજા ત્યારે જ આવશે જ્યારે તમે ધીમે-ધીમે અને આરામથી સ્ટેપ બાય સ્ટેપ કરશો અને તેની શરૂઆત ફોરપ્લેથી કરશો. ફોરપ્લેમાં તમે જેટલુ વધારે પાર્ટનર સાથે નજીક હશો એટલું જ તમને લવમેકિંગ સેશનમાં ફાયદો મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન