સાવધાન! આ ત્રણ પ્રકારના કામ કરવાથી પુરૂષ બની શકે છે નપુંસક - Sandesh
NIFTY 10,799.85 -17.85  |  SENSEX 35,548.26 +-73.88  |  USD 67.9850 -0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sex & Relationship
  • સાવધાન! આ ત્રણ પ્રકારના કામ કરવાથી પુરૂષ બની શકે છે નપુંસક

સાવધાન! આ ત્રણ પ્રકારના કામ કરવાથી પુરૂષ બની શકે છે નપુંસક

 | 4:17 pm IST

પુરૂષની સ્વાસ્થ્ય સંબંધી જાણકારીની વાત કરીએ તો ઘણા ઓછા પુરૂષ તેમના સ્વાસ્થ્યને લઇને જાગૃત હોય છે. તો કેટલાક લોકો આળસના કારણે તેમના સ્વાસ્થ્ય પર ધ્યાન નથી આપતા તો કેટલાક લોકો તેમની લાઇને એટલી વ્યસ્ત બનાવી દે છે કે તે તેમના સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકતા નથી. પરંતુ આ વચ્ચે ખાણી પીણી અને લાઇફસ્ટાઇલ અંગે યોગ્ય જાણકારી ન હોવાના કારણે તમારા શરીર પર ખરાબ અસર પડી શકે છે.

ખાસ કરીને કેટલાક પુરૂષોને એવો વ્યવસાય પસંદ કરવો પડે છે. જે અંગે વધારે જાણકારી હોતી નથી અને આ વ્યવસાય તેમના શરીર પર ખરાબ અસર કરે છે. ખાસ કરીને જ્યારે પુરૂષો તેમના પ્રોફેશનમાં કામ કરવાના કારણે તેમના શુક્રાણુ બનવાની ક્ષમતાને ઓછી કરી દે છે. જેથી પુરૂષને નપુંસક થવાનો ખતરો થઇ શકે છે. કારણકે કેટલીક વખત આવા વ્યવસાયમાં કામ કરવા અંગે કઇ ખબર હોતી નથી. આવો જોઇએ ક્યા એવા વ્યવસાય છે જે તમને નપૂંસક બનાવી શકે છે.

વેલ્ડિંગ
વેલ્ડિંગ એક એવું કાર્ય છે જેમા તમને એવા હાનિકારક કિરણોનો સામનો પડે છે જે તમારા શરીર માટે ખૂબ નુક્શાનકારક છે. આ કાર્યને કરતા સમયે પુરુષોએ વચ્ચે-વચ્ચે બ્રેક લેતો રહેવો જોઇએ.તેમજ વેલ્ડિંગના કિરણથી પોતાનાથી બની શકે તે રીતે બચાવ કરવો જોઇએ.

સાયકલિંગ
સાયકલિંગ એક એવી વસ્તુ છે જે લોકો દરરોજ ઉપયોગ કરી છે. પરંતુ સાયકલિંગનો વધારે ઉપયોગ કરવાથી પુરૂષોને ખૂબ મુશ્કેલી થઇ શકે છે. જે પુરૂષ દિવસમાં 5 કલાક તેનાથી વધારે સાયકલિંગ કરે છે તે લોકોમાં નપૂંસક બનવાનો વધારે ખતરો રહે છે. જો તમે પણ સાયકલિંગનો વ્યવસાયના રૂપમાં ઉપયોગ કરો છો તો આ વાતનું ખાસ ધ્યાન રાખો અને સમય સમય પર ડોક્ટરની સલાહ જરૂર લો.

જિમ ટ્રેનર
સ્વસ્થ રહેલાના શોખમાં લોકો જિમ જોઇન કરે છે અને જિમ ટ્રેનર પર લોકો પોતાને ફિટ બનાવવાના ભરોસાની સાથે લોતો જિમ જોઇન કરે છે. કારણકે જિમટ્રેનરને હંમેશા સૌથી વધારે ફિટ માનવામાં આવે છે. કેટલીક વખત જિમ ટ્રેનર ફિટ હોય છે. પરંતું કેટલાક ટ્રેનર એવા પણ હોય છે જે વધારે ફિટનેસના ચક્કરમાં પોતાના શુક્રાણુઓ બનવાની ક્ષમતાને ખતમ કરી દે છે. ભારે વજન ઉઠાવવાથી પુરૂષોને ટેસ્ટિકલ્સ પર ખરાબ અસર પડે છે. જેના કારણે શુક્રાણુઓ ઓછા થઇ જાય છે. જે કારણથી તે નપૂંસક પણ બની શકે છે. જિમમાં ટ્રેનિંગ લેવી કોઇ ખરાબ વસ્તુ નથી. જેનાથી પુરૂષોના શરીરને તાકાત મળે છે અને તે ફિટ રહે છે.