Relationship This can be caused by intercourse , serious damage to the vagina
  • Home
  • Featured
  • આ રીતે સંભોગ કરવાથી થઇ શકે છે પ્રાઇવેટ પાર્ટને ગંભીર નુકસાન

આ રીતે સંભોગ કરવાથી થઇ શકે છે પ્રાઇવેટ પાર્ટને ગંભીર નુકસાન

 | 3:00 pm IST

સેક્સ લાઇફ એક મહત્વનો ભાગ છે. કેટલાક કપલ્સ સેક્સને લઇને ખૂબલ એક્સાઇટેડ હોય છે કે જેના માટે તે અવનવા ઉપાય અને નવી જગ્યા પર ટ્રાય કરતા રહે છે. કેટલાક લોકો તો પૂલ કે બીચના કિનારે પણ સેક્શુઅલ એક્ટિવિટીઝમાં લિપ્ત થઇ જાય છે. પરંતુ નિષ્ણાંત અનુસાર આમ કરવાથી મહિલાઓના પ્રાઇવેટ પાર્ટ માટે ખતરનાક હોય શકે છે.

ઘણા લોકો સેક્સને વધારે રોમાન્ચક બનાવવાના ચક્કરમાં વૉટર સેક્સ પણ કરે છે. પરંતુ આમ કરવાથી તમારી મજા તો ખરાબ થઇ જાય છે સાથે પૂલના પાણીમાં રહેલા બેક્ટેરિયા અને જીવાણુઓથી બીમારીઓ અને ઇન્ફેક્શન પણ થઇ શકે છે. રિપોર્ટ અનુસાર કોઇને ડાયેરિયા કે વાયરલથી કોઇ બીમારી છે તો તેના પૂલમાં જવાની સાથે પાણીમાં ફેલાય શકે છે. આવા દુષિત પાણીમાં સેક્સ કરવાથી વજાઇનાને ગંભીર નુકસાન થઇ શકે છે.

નિષ્ણાંત મુજબ પાણીમાં સેક્સ કરવાથી લુબ્રિકેશન ખતમ થઇ જાય છે. જોકે, વજાઇનલ લુબ્રિકેશન પણ પાણી હોય છે અને જ્યારે આ પાણી, પુલના પાણીથી મળે છે તો નેચરલ લુબ્રિકેન્ટ જલદી સૂકાઇ જાય છે. ડોક્ટર અનુસાર લ્યૂબ ખૂબ જરૂરી છે. ખાસ કરીને જ્યારે પાણીમાં સેક્સ કરી રહ્યા છો લ્યૂબના કારણથી માત્ર વૉટર સેક્સ સારુ હશે પરંતુ તે ફાટવાની સ્થિતિથી પણ બચાવશે. જો લ્યૂબ ફાટી જાય છે તો પછી પાણી તો પાણીની અંદર એક પાર્ટનરથી બીજા પાર્ટનરને ઇન્ફેક્શન ફેલાવવાના વધારે ચાન્સ હોય છે.

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ફીમેલ સેક્શુઅલ મેડિસન પ્રોગ્રામના ડાયરેક્ટર કહે છે કે દરિયા કિનારે સેક્સ કરવાથી રેતી ફીમેલ પાર્ટનરના પ્રાઇવેટ પાર્ટમાં જઇ શકે છે. રેતી ઘર્ષણ પેદા કરે છે. જેથી તે અંદર જઇને વજાઇનાને ઇજા પહોંચાડી શકે છે અને ઇન્ફેક્શનનું કારણ પણ બની શકે છે. રેતીના કારણથી વજાઇનાથી વલ્વા સુધીમાં ઇરિટેશન અને ખંજવાળ આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન