Relationship This is the secret of a healthy sex
  • Home
  • Featured
  • આ વાતોમાં છુપાયેલું છે હેલ્ધી સેક્સનું રહસ્ય, જાણવા કરો 1 ક્લિક

આ વાતોમાં છુપાયેલું છે હેલ્ધી સેક્સનું રહસ્ય, જાણવા કરો 1 ક્લિક

 | 7:15 pm IST

કહેવામાં આવે છે સારુ સેક્સ તે હોય છે, જેમા વધારે ઓર્ગેજ્મ હોય છે. જ્યારે સત્ય એ છે કે એક સારા અને સ્વસ્થ સેક્સ લાઇફ માટે તમારે અને તમારા પાર્ટનરને ઓર્ગેજ્મ એક્સપીરિયન્સ કરવો જરૂરી નથી. આજે હેલ્થી સેક્સથી જોડાયેલી કેટલીક એવી માન્યતાઓ અંગે અમે તમને જણાવીશું.

આજના સમયમાં આપણે દરેક પ્લાનિંગ અને શેડ્યૂલ બનાવીને કરીએ છીએ. કેટલાક લોકો સેક્સના મામલામાં પણ આ ટેકનીક અપનાવે છે. સેક્સને શેડ્યૂલ કરવા માટે કોઇ આપત્તિ નથી કેટલીક વખત આ સ્વૈચ્છિક પણ હોય છે પરંતુ ફાયદો ત્યારે જ થાય છે જ્યારે શેડ્યૂલ ન કરવામાં આવે. શુ ખબર તમારા પાર્ટનરમનો મૂડ બદલાઇ જાય.

સેક્સ માટે યોગ્ય સમયની રાહ જોવા પણ ભારે પડી શકે છે. જેથી તમારા પાર્ટનરનો મૂડ સારો હોય ત્યારે સેક્સ કરો. સેક્સ ન ફક્ત તમારી એનર્જીને બૂસ્ટ કરે છે. પરંતુ તમને એક્ટિવ પણ બનાવે છે. તેને વધારે એક્સાઇટિંગ બનાવવા માટે બેડરૂમ સિવાય અન્ય જગ્યા પણ ટ્રાય કરી શકો છો.

આંકડા અનુસાર, વધારે સમય બન્ને પાર્ટનર સેક્સના મૂડમાં નથી હોતા અને તે યોગ્ય પણ છે. જરૂરી નથી કે દરેક વખતે પાર્ટનરનો મૂડ સારો હોય, પરંતુ જો દરેક વખતે બન્ને પાર્ટનર સેક્સના મૂડમાં નથી હોતા તો તે ચિંતાની વાત છે અને એવામાં તમારે ડોક્ટરની સલાહ લેવી જોઇએ.

કેટલાક લોકો માને છે કે હેલ્થી સેક્સ લાઇફ માટે અઠવાડિયામાં ત્રણ વખત સેક્સ જરૂરી છે. પરંતુ એવું બિલકુલ પણ નથી. કપલ કેટલીક વખત અને ક્યારે સેક્શુલ રિલેશન બનાવે છે તેનાથી કોઇ લેવાદેવા નથી. સેક્સ દરમ્યાન પાર્ટનર્સને કેટલું એક્સાઇટમેન્ટ અને પ્લેજર મળે છે તે ખાસ વાત છે.