સેક્સ સંબંધી સમસ્યાઓને દૂર કરવા બેસ્ટ છે આ વસ્તુ - Sandesh
NIFTY 10,752.80 +42.35  |  SENSEX 35,465.54 +178.80  |  USD 68.1650 -0.22
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sex & Relationship
  • સેક્સ સંબંધી સમસ્યાઓને દૂર કરવા બેસ્ટ છે આ વસ્તુ

સેક્સ સંબંધી સમસ્યાઓને દૂર કરવા બેસ્ટ છે આ વસ્તુ

 | 2:03 pm IST

અડદની દાળ તમને દરેક લોકોને ખૂબ પસંદ હશે અને કેમ ન હોય.. આ દાળથી તમે દાળ મખનીથી લઇને દાળ તડકા, મસાલા ફ્રાય એટલે કે કોઇપણ રીતે ખાઇ શકો છો. જેના કેટલાક હેલ્થ બેનિફિટ પણ છે. પરંતુ શુ તમે જાણો છો કે આ દાળ તમારી સેક્શુઅલ લાઇફ માટે રામબાણ છે અને સેક્સ સંબંધી કેટલીક પરેશાનીઓને દૂર કરી શકો છો. તો આવો જોઇએ અડદની દાળ કેવી રીતે તમારી સેક્સ લાઇફમાં રંગ ભરી દે છે.

અડદની દાળ પુરૂષોમાં ટેસ્ટોસ્ટેરોન લેવલ યોગ્ય રાખે છે. જેથી પુરૂષોને રોજ અડદની દાળ ખાવી જોઇએ. જેનાથી ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું લેવલ હાઇ રહેશે અને તમારી સેક્સી લાઇફ રોકિંગ રહેશે. અડદની દાળ સ્પર્મ કાઉન્ટ વધારે છે અને સ્પર્મ મોટિલિટી પણ યોગ્ય રાખે છે. જોકે અડદની દાળમાં પોટેશિયમ વધારે પ્રમાણમાં હોય છે. જે કામોત્તેજનાને વધારે છે. જેથી અડદની દાળને સેક્સ લાઇફ માટે ઉપયોગ કરી શકાય છે.

અડદની દાળ ન ફક્ત સેક્સ પાવર વધારવામાં મદદ કરે છે. પરંતુ તે સેક્સમાં પણ તમારી ઇચ્છાઓને વધારે પ્રબળ કરી દે છે. અડદની દાળ આ ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શનની સમસ્યાને સારી કરવામાં પણ મદદ કરે છે. ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન એવી સમસ્યા છે, જેમા પુરૂષોનો પ્રાઇવેટ પાર્ટ ઇન્ટરકોર્સ દરમિયાન પૂરતો ઉત્તેજિત થઇ શકતો નથી.