Relationship Use Condom For Population control in collaboration, Learn Information
  • Home
  • Featured
  • આબાદી નિયંત્રણ માટે કરો કોન્ડોમનો ઉપયોગ, સંભોગની મજા થઇ જશે બમણી

આબાદી નિયંત્રણ માટે કરો કોન્ડોમનો ઉપયોગ, સંભોગની મજા થઇ જશે બમણી

 | 12:31 pm IST

હાલ દુનિયાની આબાદી 7.7 બિલિયન છે જે દરેક દિવસ, દર કલાક, દર સેકન્ડે વધતી જઇ રહી છે. એવામાં વધતી આબાદીને નિયંત્રિત કરવા અને આબાદીથી જોડાયેલી સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાના લઇને દર વર્ષે 11 જુલાઇએ વિશ્વ જનસંખ્યા દિવસ મનાવવામાં આવે છે. અમે તમને જણાવી રહ્યા છીએ ફેમિલી પ્લાનિંગની કેટલીક રીત જેને અપનાવીને તમે આબાદી નિયંત્રણમાં મદદ કરી શકો છો.

ફેમિલી પ્લાનિંગની સૌથી સહેલી રીત છે મેલ કૉન્ડોમ. દર વખતે પાર્ટનર સાથે સેક્સ દરમિયાન જો કૉન્ડોમનો ઉપયોગ કરવામાં આવે તો પ્રેગનેન્સી અને STD એટલે સેક્શુઅલી ટ્રાન્સિટેડ બીમારી બન્નેનો ખતરો ઓછો કરી શકાય છે. કોન્ડોમ સસ્તા આવે છે અને અણગમતી પ્રેગનેન્સીને રોકવામાં આશરે 80 ટકા સુધી અસરકારક માનવામાં આવે છે.

વિદડ્રોલ કે પુલ આઉટ- ગર્ભનિરોધનો આ પણ એક રીત છે જેનો ઉપયોગ ઘણા પુરૂષો કરે છે. આ મેથડમાં ઇજૈક્યુલેશન પર કંટ્રોલ કરવાનું હોય છે. જેથી પુરૂષ તેમના પેનિસને ઇજૈક્યુલેશનથી પહેલા વજાઇનાની બહાર લાવી શકો છો. જોકે, આ ગર્ભનિરોધકનું સૌથી બેસ્ટ રીત છે. કારણકે તેમા પ્રેગનેન્સીની સાથે ઇન્ફેક્શનનો ખતરો રહે છે.

ગર્ભનિરોધક ગોળીઓ પણ ફેમિલી પ્લાનિંગનું સૌથી સહેલી અને સરળ રીતે છે અણગમતી પ્રેગનેન્સીને રોકવા માટે આ ગોળીઓને રોજ લેવી જોઇએ. ખાસ વાત એ છે કે કોન્ડોમ્સની જેમ આ ગોળીઓ પણ સસ્તી હોય છે, સુરક્ષિત હોય છે અને જો મહિલાઓ તેને સમય પર લેતી રહે છે તો પ્રેગનેન્સી રોકવામાં 90 ટકા સુધી અસરકારક પણ હોય છે. આ ગોળીમાં રહેલા હોર્મોન્સ ઓવ્યુલેશનની પ્રક્રિયાને રોકી દે છે.

આ એક ખૂબ નાની પરંતુ ફ્લેક્સિબલ ડિવાઇસ હોય છે જે હોર્મોન્સથી કોટેડ હોય છે. ગર્ભનિરોધક ગોળીઓની જેમ આ ડિવાઇસ પણ એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટિન રિલીઝ કરે છે. જેનાથી કૉન્ટ્રેસેપ્શન થાય છે. ગર્ભનિરોધક ગોળીઓને તમારે રોજ લેવી પડે છે ત્યારે વજાઇનલ રિંગ એક વખત વજાઇનામાં ઇન્સર્ટ થયા બાદ સતત ઓછા ડોઝમાં હોર્મોન રિલીઝ કરતી રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન