વેલેન્ટાઇન ડેને ખાસ બનાવવા માટે પાર્ટનર માટે આ રીતે કરો સરપ્રાઇઝ પ્લાન – Sandesh
NIFTY 10,452.30 -93.20  |  SENSEX 34,010.76 +-286.71  |  USD 64.2100 +0.30
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sex & Relationship
  • વેલેન્ટાઇન ડેને ખાસ બનાવવા માટે પાર્ટનર માટે આ રીતે કરો સરપ્રાઇઝ પ્લાન

વેલેન્ટાઇન ડેને ખાસ બનાવવા માટે પાર્ટનર માટે આ રીતે કરો સરપ્રાઇઝ પ્લાન

 | 8:28 pm IST

વેલેન્ટાઇન ડેની આતુરતા પૂર્વક રાહ જોઇ રહેલા કપલ્સ આ દિવસને સ્પેશ્યલ બનાવવા માટે ઘણા આઇડિયા વિચારી રહ્યા છે. વેલેન્ટાઇન ડે આવતા પહેલા લોકો પાર્ટનરને સરપ્રાઇઝ આપવા માટે જુદા-જુદા પ્લાન પ્લાન બનાવવાનું શરૂ કરે છે. આજે અમે તમને કેવી રીતે પ્રેમ અને રોમાન્સથી તમે આ દિવસને વધારે યાદગાર બનાવી શકો છો.તે અંગે જણાવીશું. જો તમે આ વેલેન્ટાઇને પાર્ટનર માટે સ્પેશ્યલ કરવા માંગો છો તો તમે એવા ઘણા આઇડિયા છે જે અપનાવી શકો છો. તો આવો જોઇએ પાર્ટનરને યુનિક અને અલગ સરપ્રાઇઝ આપવા માટે હટકે આઇડિયા શું છે.

લોન્ગ ડ્રાઇવ
વેલેન્ટાઇન ડે પર પાર્ટનરને સ્પેશ્યલ ફીલ કરાવવા માટે તમે તેને લોન્ગ ડ્રાઇવ પર લઇ જઇ શકો છો. આ દિવસને વધારે ખાસ બનાવવા માટે તમે તમારા પાર્ટનરને ગીત ડેડીકેટ કરીને કોઇ રોમેન્ટિક ગિફ્ટ આપી શકો છો.

ડેસ્ટિનેશન પાર્ટી
તમે તમારા પાર્ટનરને તેમની પસંદગીની જગ્યા પર ડેસ્ટિનેશન પાર્ટી આપીને સરપ્રાઇસ આપી શકો છો.તમેજ તેને ખાસ બનાવવા માટે તમે તેમને રોમેન્ટિક ગીત સંભળાવી શકો છો.

રોમેન્ટિક ડિનરપ્લાન
તમે ઘરે કે બહાર કોઇ રેસ્ટોરન્ટમાં તમારા પાર્ટનર માટે સરપ્રાઇઝ ડિનર પ્લાન કરી શકો છો. તેને ખાસ બનાવવા માટે પાર્ટનરને પસંદ હોય તેવી ગિફ્ટ જરૂરથી આપી શકો છો.

ઓનલાઇન સરપ્રાઇઝ
જો તમે તમારા પાર્ટનરથી દૂર છો અથવા તો તમારી પાસે સરપ્રાઇઝ પ્લાન કરવાનો સમય ન હોય તો તમે ઓનલાઇન ગિફ્ટ પ્લાન કરી શકો છો. તમે તમારા પાર્ટનરને ગિફ્ટ આપી ખુશ કરી શકો છો.

લવ મેસેજ
જો તમે તેમના માટે કઇ સિમ્પલ કરવા માંગો છો તો પર્સનલ ટચ વાળી વસ્તુ આપી શકો છો. તમે ઇચ્છો તો લવ મેસેજ કે રેડિયો બ્રોડકાસ્ટ કરાવી શકો છો.