Valentine Weekના દરેક દિવસને પાર્ટનર માટે બનાવો ખાસ - Sandesh
NIFTY 10,375.40 +15.00  |  SENSEX 33,791.98 +88.39  |  USD 64.8150 +0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sex & Relationship
  • Valentine Weekના દરેક દિવસને પાર્ટનર માટે બનાવો ખાસ

Valentine Weekના દરેક દિવસને પાર્ટનર માટે બનાવો ખાસ

 | 5:30 pm IST

દરેક કપલ વેલેન્ટાઇન ડેની આતુરતાથી રાહ જોવે છે. જોકે 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે છે. પરંતુ કપલ્સ 7 ફેબ્રુઆરીથી જ પ્રેમના દિવસોને સેલિબ્રેટ કરવાનું શરૂ કરી દે છે. પ્રેમનો મહિનો કહેવામાં આવતા ફેબ્રુઆરી કપલ્સ માટે ઘણી ખુશીઓ લઇને આવે છે.લોકો તેમના પાર્ટનરની સાથે વેલેન્ટાઇન ડેથી પહેલા રોઝ ડે, ચોકલેટ ડે અને પ્રોમીસ ડેને જરૂરથી સેલિબ્રેટ કરે છે. તો આજે અમે તમને વેલેન્ટાઇન ડેથી પહેલા આવતા આ ખાસ દિવસ અંગે જણાવવા જઇ રહ્યા છીએ. જેને તમે પાર્ટનર સાથે સેલિબ્રેટ કરી શકો છો. તો આવો જોઇએ વેલેન્ટાઇન વિકના આ ખાસ દિવસો અંગે..

Rose day (7 ફેબ્રુઆરી) રોઝ ડે
રોઝ ડે પર તમે તમારા પાર્ટનરને અલગ-અલગ પ્રકારના ગુલાબ આપીને તેમની ફીલિંગ શેર કરે છે. તે સિવાય પાર્ટનરને તેમની પસંદગીના બુકે પણ ભેટ આપી શકે છે.

Propose day (8 ફેબ્રુઆરી )પ્રપોઝ ડે
વેલેન્ટાઇન વીકના આ બીજા દિવસનો લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. આ દિવસે કપલ્સ એકબીજાના મનની વાત એક બીજાને કરતા હોય છે. આ દિવસે કપલ્સ તેમના પાર્ટનરને પ્રપોઝ કરીને તેમના દિલની વાત કહે છે.

Chocolate day (9 ફેબ્રુઆરી) ચોકલેટ ડે
ચોકલેટ તો દરેક લોકોને પસંદ હોય છેય એવામાં Chocolate dayના દિવસે તમે તમારા પાર્ટનરને હાર્ટ શેપની ચોકલેટ આપી શકો છો અને તમારા દિલની વાત કરી શકો છો.

Teddy day (10 ફેબ્રુઆરી) ટેડી ડે
તમે તમારા પાર્ટનરને એક સોફ્ટ ટેડી આપીને તેમને સ્પેશ્યલ ફીલ કરાવી શકો છો. આ દિવસને સ્પેશ્યલ બનાવવા માટે તમે તમારા પાર્ટનર અને તમારું નામ પણ ટેડી પ લખાવી શકો છો.

Promise day (11 ફેબ્રુઆરી) પ્રોમીસ ડે
Promise day એ તમે તમારા પાર્ટનરને કઇક ખાસ પ્રોમીસ આપી શકો છો. પરંતુ એવો વાયદો કરજો કે તમે તેને લાઇફ ટાઇમ નીભાવી શકો.

Hug day (12 ફેબ્રુઆરી) હગ ડે
પાર્ટનરને આ દિવસે ગળે લગાવીને તમારા પ્રેમનો અનુભવ કરાવી શકો છો. આ દિવસને ખાસ બનાવવા માટે તમે તમારા પાર્ટનરને ગિફ્ટ પણ આપી શકો છો.

Kiss day (13 ફેબ્રુઆરી) કિસ ડે
દુનિયાભરમાં આ દિવસને અલગ-અલગ રીતે સેલિબ્રેટ કરવામાં આ છે. આ દિવસે તમારા પાર્ટનરે કિસ કરીને પણ તમે તમારો પ્રેમ વ્યક્ત કરી શકો છો.

Valentines day (14 ફેબ્રુઆરી) વેલેન્ટાઇન ડે
આ દિવસની કપલ્સ આતુરતાથી રાહ જોઇ રહ્યા હોય છે. તમે કઇક ખાસ ડિનર પ્લાન કરી શકો છો. તે સિવાય તમે લોન્ગ ડ્રાઇવ કે સરપ્રાઇઝ પાર્ટીથી ફણ પાર્ટનર માટે આ દિવસને સ્પેશ્યલ અને યાદગાર બનાવી શકો છો.