યુવકની આ આદતોને ક્યારે પણ નથી બદલી શકતી યુવતીઓ - Sandesh
  • Home
  • Sex & Relationship
  • યુવકની આ આદતોને ક્યારે પણ નથી બદલી શકતી યુવતીઓ

યુવકની આ આદતોને ક્યારે પણ નથી બદલી શકતી યુવતીઓ

 | 8:16 pm IST

યુવકમાં કેટલીક એવી આદત હોય છે જેને મહિલા સુધારવા તો માંગે છે પરંતુ તે સમજી નથી શકતી તેના માટે તેને શું કરવું જોઇએ. જો કે તે પૂરી કોશિશ કરે છે પરંતુ અસફળ રહે છે. તો આજે અમે તમને યુવકની કેટલીક એવી આદતો વિશે જણાવીશું જેને તમે કદાચ સુધારી શકો?

યુવકોની આદત હોય છે કે નાની- નાની વાત પર પત્નીની સરખામણી તેમની માતા સાથે કરે છે, ખાસ કરીને ભોજનને લઇને પત્નીની સરખામણી માતા સાથે કરે છે. એવામાં તમારા પાર્ટનરને સમજાવવા કરતા યોગ્ય હશે કે તમે તેના માટે સ્વાદિષ્ટ ભોજન બનાવો.ખાસ કરીને યુવકને ક્રિકેટ જોવી પસંદ હોય છે. એમા પણ જો ભારત અને પાકિસ્તાની વચ્ચે મેચ ચાલી રહી હોય. એવામાં પાર્ટનરનું ધ્યાન તમારી તરફ આકર્ષિત કરવાની તમે લાખ કોશિશ કરી લો, પરંતુ અસફળતા જ મળશે.

ભલે ચાલી-ચાલીને થાકી કેમ ન જાઓ, પરંતુ પાર્ટનર ક્યારે પણ કોઇને રસ્તાનું નહી પુછે. કદાચ તેને લાગે છે કે એવું કરવાથી ગર્લફ્રેન્ડની સામે તેમનું ખરાબ લાગે છે.પત્નીની સાથે થનારી નાની નાની ખટરાગતી બચવા માટે પતિ હંમેશા ક્યારે-ક્યારે જુઠ્ઠું બોલે છે. ત્યારે એવુ પણ બની શકે છે કે તે પાર્ટનરને ખુશ રાખવા માટે પણ ખોટું બોલે. જેથી પત્નીઓએ સમજવું પડશે કે ભલે તમારો પાર્ટનર તમને ખુબ પ્રેમ કરતો હોય પરંતુ ક્યાંકને ક્યાક તે તમને ખોટું પણ બોલે છે.

પત્નીઓ ઇચ્છે ગમે તેટલી કોશિશ કરી લે પરંતુ પતિની દારૂ તેમજ સિગારેટ આદત છોડવામાં નાકામ જ રહશે.પાર્ટનર ગમે તેટલી સુંદર લાગી રહી હોય પરંતુ યુવકની આદત હોય છે આસપાસ ચાલી રહેલી યુવતીઓને એક નજરથી જુએ છે. જો કે તેના ઇરાદા ખોટા નથી હોતા. તમને એ ખબર હોવી જોઇએ કે તે માત્ર તમને જ પ્રેમ કરે છે, એવામાં તેની સાથે ઝઘડો કરશો નહીં.