પુરૂષોની આ આદતોથી પરેશાન રહે છે મહિલાઓ,જાણી લો - Sandesh
  • Home
  • Sex & Relationship
  • પુરૂષોની આ આદતોથી પરેશાન રહે છે મહિલાઓ,જાણી લો

પુરૂષોની આ આદતોથી પરેશાન રહે છે મહિલાઓ,જાણી લો

 | 3:23 pm IST

સંબંધ ખૂબ નાજૂક હોય છે. જેના કારણે આપણે કેટલી વખત સમજી નછી શકતા કે તેને કેવી રીતે સાચવી રખાય. જ્યારે આપણાને કોઇ સારું લાગવા લાગે છે તો આપણે તેના માટે કઇપણ કરવા માટે તૈયાર હોઇએ છીએ. પરંતુ રિલેશનશિપમાં આવ્યા બાદ આપણે થોડાક બેદરકાર થઇ જઇએ છીએ. કેટલીક વખત આપણે એવું કરવા લાગીએ છીએ જે આપણા પાર્ટનરને પંસંદ નથી હોતું. ખાસકરીને પુરૂષોની કેટલીક આદતો જે મહિલાઓને વધારે ઇરિટેટ કરે છે. આવો જોઇએ પુરૂષોની આદતો અંગે જે કોઇપણ મહિલાને પરેશાન કરી શકે છે.

સૌથી પહેલી વાત એ છે કે શરૂઆતમાં તમે તેન ઇમ્પ્રેસ કરાવના ચક્કરમાં ખૂબ ખોટું બોલો છો. પરંતુ ખોટી વાત એ ખોટી હોય છે. જ્યારે તમારા પાર્ટનરને એ ખોટી વાત માલૂમ પડે છે તો તેને ખરાબ લાગે છે. તેનો તમારી પરથી વિશ્વાસ ઉઠી જાય છે.માટે ક્યારેય પણ યુવતીને ઇમ્પ્રેસ કરવા માટે જૂઠનો સહારો ન લો. તમે જે છો એજ રહો.

યુવતીઓને પરફેક્ટ બોડી વાળા યુવકો પસંદ હોય છે. પરંતુ તેનો મતલબ બિલકુલ એવો નથી કે તેની સામે દરેક સમયે અનુભવ અપાવો કે તમારી બોડી કેટલી સારી છે. તે પોતે પણ આ અંગે ધ્યાન આપી શકે છે. તેની જગ્યાએ તમે તેના વખાણ કરી અને તેને સ્પેશ્યલ ફીલ કરાવો. તમારા દિલની વાત તેમને કહો. જ્યાં સુધી તમે તમારી દિલની વાત નહીં કહો ત્યાં સુધી યુવતીના દીલમાં જગ્યા બનાવી શકશો નહીં.યુવતીને વધારે તૈયાર થનાર યુવકો પસંદ નથી હોતા. તૈયાર થવાનું કામ યુવતીઓનું છે. યુવતીઓને રફ-ટફ અંદાજ વાળા યુવકો વધારે પસંદ હોય છે.