Relationship Women's Sex Everyday weight
  • Home
  • Featured
  • રોજ સેક્સ કરવાથી મહિલાઓનું વધી જાય છે વજન? જાણો તેની પાછળની સત્ય હકીકત

રોજ સેક્સ કરવાથી મહિલાઓનું વધી જાય છે વજન? જાણો તેની પાછળની સત્ય હકીકત

 | 3:45 pm IST

સેક્શુઅલ રીતે એક્ટિવ અને નોન એક્ટિવ રહેવાની શરીર પર પણ અસર પડે છે. અલગ-અલગ અભ્યાસમાં શોધકર્તાઓને માલૂમ પડ્યું કે રેગ્યુલર સેક્સથી હૃદય તંદુરસ્ત રહે છે. તનાવથી પણ રાહત મળે છે. તેમજ સારી ઊંઘ આવે છે. તે સિવાય શરીરમાં લોહીનું સર્કુલેશન પણ સારુ રહે છે. હેલ્થ નિષ્ણાંત મુજબ તમારી હેલ્ધી લાઇફસ્ટાઇલને બૂસ્ટ કરે છે. જોકે કેટલાક લોકોનું માનવું છે કે રેગ્યુલર સેક્સથીતમારું વજન વધી શકે છે. આવો જોઇએ આ વાતમાં કેટલી સચ્ચાઇ છે.

રેગ્યુલર સેક્સના કારણથી તમારું વજન વધતુ નથી પરંતુ સેક્સ હોર્મોંસમાં અસંતુલન જરૂર વજન પર અસર થઇ શકે છે. જોકે, આ અસંતુલનને સેક્શુઅલ એક્ટિવીટીજ કોઇ લેણ-દેણ નથી. વાસ્તવમાં તે કેટલીક વસ્તુઓ પર નિર્ભર કરે છે. જેમા પ્યૂબર્ટી એજ, પીરિયડ્સ અને મેનોપોઝ જેવી વસ્તુઓ સામેલ છે.

DHEA, એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જેવા સેક્સ હોર્મોનમાં ઉતાર-ચઢાવથી શરીરનું વજન વધે છે. મહિલાઓ અને પુરૂષો, બન્નેમા મુખ્ય સેક્સ હોર્મોન DHEAની ઉણપ વધવાના કારણે બની શકે છે. એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોનમાં અસ્થિરતા પણ તમારું વજન વધારી શકે છે. એવામાં નિયમિત રીતે હોર્મોન્સ ચેક કરાવો તો અપ્રત્યાશિત વજન વધવાથી બચી શકે છે.

શુ લગ્ન બાદ વધી જાય છે વજન?
એક આ પણ માન્યતા છે કે લગ્ન બાદ તરત મહિલાઓનું વજન વધી જાય છે. પહેલા આ વાત જાણી લો કે લગ્ન બાદ માત્ર મહિલાઓ જ નહીં પરંતુ પુરૂષોનું વજન પણ વધી જાય છે. જોકે તેને સેક્સને કારણ માનવું એક માન્યતા ચે. હેલ્થ નિષ્ણાંત મુજબ વજન વધવાથી સેક્સથી કોઇ લેણ દેણ નથી. લગ્ન બાદ વજન વધવું એક રિલેશનશિપમાં આવતા કંફર્ટ અને તેનાથી વધતી સુરક્ષાનો અનુભવ થાય છે. કેટલાક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે રિલેશનશિપમાં રહેતા લોકો સિંગલ લોકોની તુલનામાં ખાવા તરફ આકર્ષિત થાય છે.

શુ વજન ઓછું કરવામાં તમારી મદદ કરી શકે છે સેક્સ?
સેક્શુઅલ એક્ટિવીટી તમારી વધારાની કેલરીને બર્ન કરવામાં મદદ કરે છે. નિષ્ણાંત મુજબ આશરે 30 મિનિટના સેક્સ સેશનમાં તમે 10થી 300 કેલરી બર્ન કરી શકો છો.