રેલવેપ્રવાસની સરળતા માટે ૧૭ સુવિધાની જાણકારી આપતી મોબાઇલ એપ આવશે - Sandesh
  • Home
  • India
  • રેલવેપ્રવાસની સરળતા માટે ૧૭ સુવિધાની જાણકારી આપતી મોબાઇલ એપ આવશે

રેલવેપ્રવાસની સરળતા માટે ૧૭ સુવિધાની જાણકારી આપતી મોબાઇલ એપ આવશે

 | 4:48 am IST

ભોપાલ, તા. ૬

ભારતીય રેલવેએ ૧૭ પ્રકારની સુવિધાની જાણકારી આપતી મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરી છે. આ એપને એન્ડ્રોઇડ ફોન પર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાશે. રેલવેમંત્રાલયના અધિકારીના જણાવ્યા અનુસાર આગામી એક-બે દિવસમાં આ એપ્લિકેશન લોન્ચ કરી દેવાશે. એપ્લિકેશનની વિશેષતા એ છે કે, પ્રવાસી એક સાથે ચાર કે તેથી વધુ સુવિધા અંગે જાણકારી પ્રાપ્ત કરી શકશે, એટલે કે તેમાં એક સાથે ચાર વિન્ડો ખૂલે છે.  રેલવે જાતે આ એપ્લિકેશન લોન્ચ કરી રહી છે તેથી તેમાં કોઇ પ્રાઇવેટ કંપનીનો હસ્તક્ષેપ નહીં હોય. રેલવેને કમ્પ્યૂટર સોફ્ટવેર આપનાર ક્રિસ કંપનીએ આ એપ તૈયાર કરી છે. પરીક્ષણમાં આ એપ ઘણી સફળ રહી છે. આ એપ દ્વારા ટ્રેનનાં સમયપત્રક, પીએનઆર, રદ થયેલી ટ્રેન, ટ્રેનના રૂટ, લાઇવ સ્ટેટસ, ગૂગલ મેપ અને બર્થ મેપ જેવી જાણકારી પ્રાપ્ત કરી શકાશે. આ એપ્લિકેશન દ્વારા પ્રવાસ વધુ સરળ બની રહેશે.

ટૂંક સમયમાં દિલ્હી-મુંબઈ રૂટ પર ૧૬૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ટ્રેન

ગતિમાન એક્સ્પ્રેસની સફળતા બાદ હવે રેલવે દિલ્હી-મુંબઈ અને દિલ્હી-હાવરા રૂટ પર મુસાફરીનો સમય ઘટાડવાની કવાયત કરી રહી છે. આ માટે ટ્રેનોને ૧૬૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડાવવામાં આવશે. તેના માટે ટ્રેક તૈયાર કરવા અંદાજિત ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. મિશન રફતાર અંતર્ગત ૯,૦૦૦ કિ.મી.ના ટ્રેકને ઝડપી ટ્રેનો માટે તૈયાર કરાશે.

૧૭ પ્રકારની જાણકારી

-ટ્રેનોનું સમયપત્રક-પીએનઆર-સીટ ઉપલબ્ધ હોવા અંગે એસએમએસ-બે સ્ટેશન વચ્ચે દોડતી ટ્રેનો-ટ્રેનનાં ભાડાં-ટ્રેનનું લાઇવ સ્ટેટસ-આઈઆરસીટીસીમાં બુકિંગ-શેરિંગ ફેસિલિટી – ટ્રેન શિડયુલ સેવ કરવાનો વિકલ્પ – રદ થયેલ ટ્રેન-ભોજનનું બુકિંગ-કન્સેશન અને સંબંધિત ભાડાં-હેલ્પલાઇનનંબર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન