આરામ માટે મેં ટીમ મેનેજમેન્ટને રજૂઆત કરી હતી : હાર્દિક પંડયા - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • આરામ માટે મેં ટીમ મેનેજમેન્ટને રજૂઆત કરી હતી : હાર્દિક પંડયા

આરામ માટે મેં ટીમ મેનેજમેન્ટને રજૂઆત કરી હતી : હાર્દિક પંડયા

 | 4:55 am IST

નવી દિલ્હી, તા. ૧૪

શ્રીલંકા સામેની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમમાં અગાઉ સામેલ કરાયા બાદ હાર્દિક પંડયાને આરામ અપાયો હતો જે અંતે ભ્રમની સ્થિતિ ઊભી થઈ હતી ત્યારે હાર્દિક પંડયાએ આ અંગે કહ્યું કે, તે સંપૂર્ણ સ્વસ્થ ન હોવાને કારણે ટીમ મેનેજમેન્ટને જ આરામ આપે તે માટે આગ્રહ કર્યો હતો. જોકે, હાર્દિકને થાક અથવા ઇજાને કારણે આરામ અપાયો છે તેવું બીસીસીઆઈએ સ્પષ્ટ નહોતું કર્યું.

હાર્દિક પંડયાએ કહ્યું કે, હું છેલ્લા ઘણા સમયથી સતત ક્રિકેટ રમી રહ્યો હતો જેને કારણે મને નાની-મોટી ઇજા થઈ રહી હતી. આથી મેં આરામ માટે રજૂઆત કરી હતી. હું ભાગ્યશાળી છું કે, મને બ્રેક મળ્યો. બ્રેક દરમિયાન જિમમાં ટ્રેનિંગ કરીશ અને મારી ફિટનેસમાં સુધારો કરીશ. હું સાઉથ આફ્રિકા સામેની સિરીઝને લઈ રોમાંચિત છું. હાર્દિક પંડયા પોતાની ફિટનેસ અને સ્ટ્રેન્થને સુધારવા માટે એનસીએ જશે.