before release 2 millions people watched this web series
  • Home
  • Entertainment
  • રિલીઝ થતા પહેલા જ 2 કરોડ લોકોએ જોઈ લીધી આ વેબ સિરીઝ

રિલીઝ થતા પહેલા જ 2 કરોડ લોકોએ જોઈ લીધી આ વેબ સિરીઝ

 | 2:51 pm IST

લોકપ્રિય ટીવી શોનાં કેટલાક ચાહકો માટે ગેમ ઓફ થ્રોન્સ સીઝન 8 થોડા સમય પહેલા જ આવી ગઈ. એટલે કે કેટલાક ચાહકોએ આ સીઝનને ‘ડાયરેક્ટ ટીવી નાઉ’ પર જ જોઈ લીધી. હોલીવુડ રિપોર્ટર મુજબ આ સિરીઝ ડાયરેક્ટ ટીવી નાઉ પર રાત્રે 9 વાગ્યાની જગ્યાએ સાંજે 5 વાગે પ્રીમિયર થઈ ગઈ હતી. ઘણા ફેન્સે કલાકો માટે આ સિરિઝને લાઈવ જોઈ હતી. જોકે ત્યાર બાદ તેને હટાવી દેવામાં આવી.

ડાયરેક્ટ ટીવી નાઉનો માલિકી હક ‘એટીએન્ટી’ પાસે છે. એટીએન્ડીના પ્રતિનિધિએ જણાવ્યું કે, “અમારા કર્મચારીઓ પણ ગેમ ઓફ થ્રોન્સ માટે ખુબ ઉત્સાહી થઈ ગયા હતા તેઓએ ભૂલથી ડાયરેક્ટ ટીવી નાઉમાં આ સિરિઝને લાઈવ કરી દીધી હતી.” કર્મચારીઓએ કહ્યું કે, અમને આ ભુલની જાણ થતા જ તેને લાઈવ થતી અટકાવી દીધી”

અમેરિકન ટીવી શો ‘ગેમ ઓફ થ્રોન્સ સીઝન 8’ની રાહ જોવાની કાલે રાત્રે જ સમાપ્ત થઈ. પરંતુ ભારતમાં ગેમ ઓફ થ્રોન્સ સીઝન 8ની થોડી રાહ જોવી પડશે. જણાવી દઈએ કે ભારતમાં ગેમ ઓફ થ્રોન્સ 16 એપ્રિલે રિલીઝ થશે, જેને સ્ટાર વર્લ્ડ પર પ્રસારીત કરવામાં આવશે. આ ટીવી સિરીઝને લઈને ફેન્સ એટલા માટે પણ વધારે ઉત્સાહીત છે કેમકે આ તેનું છેલ્લું સીઝન છે. જણાવી દઈએ કે છેલ્લા સિઝનમાં કુલ 6 એપિસોડ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન