Released on bail Shameless attempt by J.M.Bharwad to make himself a hero
  • Home
  • Ahmedabad
  • જામીન ઉપર છૂટેલા જે. એમ. ભરવાડે પોતાને હીરો ઠેરવવા કર્યો એવો શર્મનાક પ્રયાસ કે… વીડિયો વાયરલ

જામીન ઉપર છૂટેલા જે. એમ. ભરવાડે પોતાને હીરો ઠેરવવા કર્યો એવો શર્મનાક પ્રયાસ કે… વીડિયો વાયરલ

 | 7:45 am IST

આઠ લાખના લાંચ પ્રકરણમાં ડીવાયએસપી જે.એમ. ભરવાડ સુપ્રીમ કોર્ટમાંથી જામીન ઉપર છૂટયા છે, જામીન ઉપર છૂટયાના થોડાક જ કલાકોમાં સોશિયલ મીડિયા ઉપર પોતે જ મળતિયાઓ મારફત પોતાને હીરો ઠેરવવાનો શરમજનક પ્રયાસ કર્યો છે.

સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરાયેલા વીડિયોમાં લાંચિયા ડીવાયએસપીની તસવીરો છે પરંતુ સિંઘમ ઈઝ બેકનું લખાણ લખાયું છે, વીડિયોમાં કહેવાય છે કે, મેરે દુશ્મન સમજ રહે થે કે મેં અબ કભી લોટ કર ન આઉંગા, યે ગુમનામી કા સમંદર હૈ, ઉસમેં હી ડૂબ જાઉંગા. ૨૬ સેકન્ડના આ વીડિયોમાં પોલીસ અધિકારી ઉપર અમને ગર્વ છે તેવું પણ લખાણ લખાયું છે. અત્યાર સુધી કાયદાથી ભાગતાં આ લાંચિયા અધિકારી જાણે વીરતા વર્ણવતાં હોય તેવા વીડિયોને લઈને ખુદ પોલીસ બેડામાં ફિટકાર વરસી રહ્યો છે.

ડીવાયએસપી જે.એમ. ભરવાડ આઠ લાખના લાંચ પ્રકરણમાં અત્યાર સુધી કાયદાથી જ નાસતા ફરતા હતા, જોકે સુપ્રીમમાંથી જામીન મળ્યા એના ગણતરીના કલાકોમાં જ પોતાને હીરો સાબિત કરવાનો સોશિયલ મીડિયા ઉપર શર્મનાક પ્રયાસો કરાયો છે, ખુદ પોલીસ અધિકારીઓ કહે છે કે, અત્યારે સમાજમાં એવી સ્થિતિ પ્રવર્તતી રહી છે કે, લોકો પોલીસને ગણતા નથી, પોલીસની આવી ખરાબ હાલત આવા અધિકારીઓના કારણે જ થઈ રહી છે.

લાંચિયા અધિકારીને હીરો બતાવવાની કોશિશના વીડિયોના કારણે પોલીસ તંત્રની છાપ સુધરવાની બદલે ઉલટાની બગડી રહી છે. પોલીસ તરફનું માન વધવાને બદલે ઉતરતું જણાઈ રહ્યું છે.

લાંચિયા અધિકારી સ્વપ્રસિદ્ધિના પ્રયાસો યોગ્ય નથી. લાંચ કેસમાં ગુજરાત હાઈકોર્ટે જ્યારે આ પોલીસ અધિકારીના જામીન ફગાવી દીધા હતા ત્યારે આ અધિકારી હાજર થયા નહોતા, પોતે નાસતા ફરતા હતા પરંતુ જેવા સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા એમાં તો જાણે પોતે નિર્દોષ છૂટી ગયા હોય તેવો પ્રભાવ પાડી પોતોની સ્વપ્રસિદ્ધિ થાય તેવા વીડિયો મળતિયાઓ મારફત વાયરલ કરાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન