Nita Ambani shares Jasprit Bumrah's struggle story
  • Home
  • Sports
  • Cricket
  • નીતા અંબાણીએ આ ગુજરાતી ક્રિકેટરના કર્યા ભારોભાર વખાણ, ઈમોશનલ વીડિયો પણ શેર કર્યો

નીતા અંબાણીએ આ ગુજરાતી ક્રિકેટરના કર્યા ભારોભાર વખાણ, ઈમોશનલ વીડિયો પણ શેર કર્યો

 | 8:07 pm IST

રિલાયંસ ફાઉંડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ ટીમ ઈન્ડિયાના ઝડપી બોલર જસપ્રીત બુમરાહના ભારોભાર વખાણ કર્યા હતાં. લંડનમાં ફાઉંડેશનના એક કાર્યક્રમ દરમિયાન નીતા અંબાણીએ બુમરાહ અને તેની માતા દલજીતનો વીડિયો પણ શેર કર્યો હતો. જેમાં બુમરાહ પોતાનો કપરો સમય યાદ કરતો નજરે પડે છે. 

આઈપીએલમાં ઝંઝાવાતી બોલર જસપ્રીત બુમરાહ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમે છે. આ ટીમ રિલાયંસ ઈન્ડસ્ટ્રીની છે. 

રમત એક મહાન શિક્ષક

આ કાર્યક્રમમાં નીતા અંબાણીએ કહ્યું હતું કે, એન નાના શહેરમાંથી મુંબઈ ઈન્ડિયન્સે બુમરાહને શોધી લીધો. આ સફર કમાલની રહી. આજે બુમરાહ અનેક યુવાઓ અને યુવતીઓનો પ્રેરણાસ્ત્રોત બની ગયો છે. 10 વર્ષમાં મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક અને કુણાલ પંડ્યા જેવા ખેલાડીઓ પણ શોધ્યા. ખરેખર રમત એક મહાન શિક્ષક છે.

મહિલા શક્તિનો પણ ઉલ્લેખ

નીતા અંબાણીએ પોતાના ભાષણમાં મહિલા શક્તિનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ વર્ષે દેશની મહિલાઓએ શાનદાર સફળતાઓ હાંસલ કરી છે. બેડમિંટન સ્ટાર પીવી સિંધૂએ વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશીપ જીતી. પેરા બેડમિંટનમાં માનસી જોશીએ ગોલ્ડ. મેરિકોમે બોક્સિંગમાં સફળતા મેળવી. ભારતીય મહિલાઓ સફળતાના માર્ગે અગ્રેસર છે. માત્ર ભારત જ નહીં દુનિયાની અનેક મહિલાઓ સ્પોટ્સ, સાયંસ, બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધી સફળતા મેળવી રહી છે. 

બુમરાહના વીડિયોમાં એવું તે શું હતું?

નીતાએ જસપ્રીત બુમરાહ અને તેની માતા દલજીતનો એક નાનો વીડિયો શેર કર્યો હતો. જેમાં દલજીત બુમરાહ કહે છે કે, હું જ્યાર જસપ્રીતને ઉંઘવાનું કહેતી ત્યારે તે મને ખુબ જ હેરાન કરતો. તેના બોલના કારણે મને ભારે મુશ્કેલી થતી. જ્યારે તે પાંચ વર્ષનો હતો ત્યારે મેં મારા પતિને ગુમાવ્યા. ત્યાર બાદ જસપ્રીત કહે છે કે, પિતાના નિધન બાદ અમે ખુબ જ આર્થિક તંગીમાં આવી ગયા. મારી પાસે એક જોડી સાધારણ બુટ અને એક જ ટી-શર્ટ હતી. તેને ધોઈને જ હું તેનો ઉપયોગ કરતો હતો. એક બાળક તરીકે તમે આવી અનેક કિસ્સા સાંભળ્યા હશે. પણ મારી સાથે તો આ બાબત હકીકતમાં બની હતી.

ત્યાર બાદ દલજીત કહે છે કે- પહેલીવાર મેં જ્યારે જસપ્રીતને આઈપીએલમાં રમતા ટીવી પર જોયો તો ખુશીના માર્યા મારા આંસુ રોકાતા જ નહોતા. તેણે મને શારીરિક અને આર્થિક રીતે ભારે સંઘર્ષ કરતા જોઈ હતી. અંતે જસપ્રીત કહે છે – મુશ્કેલીઓ જ વ્યક્તિને મજબુત બનાવે છે. કારણ કે તમે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ ચુક્યા હોવ છો. માટે કોઈ વાંધો આવતો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન