reliance chairman mukesh ambani may buy stake in jet airways
  • Home
  • Business
  • Jet Airways માટે ખુશખબર, મુકેશ અંબાણી કરી શકે છે મોટું રોકાણ

Jet Airways માટે ખુશખબર, મુકેશ અંબાણી કરી શકે છે મોટું રોકાણ

 | 11:51 am IST

Jet Airwaysની સેવા હાલ બંધ કરી દેવામાં આવી છે. કંપનીને તાત્કાલીક રીતે કરોડોની જરૂર છે. જો કે બેન્કોએ તાત્કાલીક રાહત આપવાથી મનાઇ કરી દીધી છે. એરલાઈનને ફરીથી શરૂ કરવાના તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. આ તમામ સમાચાર વચ્ચે હાલ એક કંપની માટે ખુબજ સારા સમાચાર આવી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ અનુસાર દેશના સૌથી અમીર શખ્સ મુકેશ અંબાણી જેટમાં ભાગીદારી કરવા ઈચ્છે છે.જો કે તેમની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે જેટને ખરીદવા એક્સપ્રેસ ઓફ ઇંટરેસ્ટ (EoI) જમા કરાવ્યુ નથી.

રિપોર્ટ અનુસાર એતિહાદ એરવેઝ(Etihad Airways)થી જેટમાં ભાગીદારી ખરીદવાની ઈચ્છા રાખે છે. વર્તમાનમાં  એતિહાદની ભાગીદારી 24 ટકા છે. કંપની જેટ ખરીદવા માટે EoI પણ જમા કરાવી દીધો છે. માનવામાં આવી રહ્યુ છે કે મુકેશ અંબાણી આ રસ્તાથી ડૂબતી નૈયા એટલે કે જેટને તારવા કામ કરશે અને એતિહાદની ભાગીદારી ખરીદવા માટે સરકાર પાસે મંજૂરી માંગશે.

આ તમામ સમાચારો વચ્ચે જેટના કર્મચારીઓ નાણાંમંત્રી અરૂણ જેટલી સાથે મુલાકાત કરી હતી. નાણાં મંત્રીએ મદદ કરવાનો ભરોસો આપ્યો છે. કર્મચારીઓએ કહ્યુ કે કંપની માટે ખુબજ કપરો સમય છે. હાલ તેઓ ઓછામાં ઓછી એક મહિનાની સેલરી માગી રહ્યા છે. તેમના પર કર્જનો બોજ વધી રહ્યો છે.

કર્મચારીઓની એટલી કફોડી હાલત છે કે તેમને ઘર ચલાવવામાં પણ તકલીફ પડી રહી છે. આ જ કારણે કર્મચારીઓ પોતાના હકના પૈસા એવા એક મહીનાની સેલરી માંગી રહ્યા છે. તમામ કર્મચારીઓનો એક મહીનાનો પગાર ચુકવવા 170 કરોડ રૂપિયાની જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન