Reliance Industries Market Cap reach to 11 trillion after debt free
  • Home
  • Business
  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બની દેવા મુક્ત તો માર્કેટ કેપ 11 ટ્રિલિયનને પાર પહોંચી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બની દેવા મુક્ત તો માર્કેટ કેપ 11 ટ્રિલિયનને પાર પહોંચી

 | 8:20 am IST

છેલ્લા ત્રણ મહિનાથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ. (RIL)માં રોકાણકારોની એકધારી લેવાલીના કારણે તેજી બરકરાર રહી છે અને કંપનીની  માર્કેટ કેપ ૧૧ ટ્રિલિયનને પાર થઇ ગઇ છે. RIL દ્વારા  કરાયેલી જાહેરાતમાં જણાવાયું હતું કે કંપનીની દેવા મુક્ત થવાની ડેડલાઇન માર્ચ-૨૦૨૧ ની હતી પરંતુ કંપની તેની સમય મર્યાદાથી પણ વહેલી એટલે કે અત્યારે જ દેવામુક્ત બની ગઇ છે.

આમ  આવી કરાયેલી જાહેરાત બાદ રોકાણકારોની જોરદાર લેવાલી નીકળી હતી. પરિણામે  RIL ના શેરમાં ભાવ દિન-પ્રતિદિન વધી રહ્યો છે.  કંપનીનો શેર છેલ્લા ત્રણ મહિનામાં એટલે કે માર્ચ મહિનાની નીચી સપાટીથી લગભગ ૧૦૦ ટકાથી  ઉપર વધી ગયો છે. માર્ચ મહિનામાં ૨૩ તારીખે રિલાયન્સ ઇન્ડ. નો ભાવ રૂ. ૮૮૩.૮૫ જોવાયો હતો અને અત્યારે રિલાયન્સના શેરનો ભાવ વધીને રૂ.૧,૮૦૪ની ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચી ગયો છે.

છેલ્લા ત્રણ સેશનથી કંપનીના શેરમાં ભારે લેવાલી જોવા મળી રહી છે અને આજે  પણ લેવાલી વધતાં કંપનીના શેરમાં લગભગ ૨.૫ ટકાનો ભાવમાં ઉછાળો આવ્યો હતો અને કંપનીનો શેર નવી ઓલ ટાઇમ હાઇ રૂ.૧૮૦૪ની સપાટીએ પહોંચ્યો હતો. બે જ સેશનમાં ઇૈંન્ના ભાવમાં ૧૬ ટકાનો ઉછાળો આવ્યો છે. ઇૈંન્ના ભાવમાં આવેલા ઉછાળાને કારણે  સેન્સેક્સમાં પણ ૩૫ ટકાનો ઉછાળો આવ્યો હતો. તેની સાથે   રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ. (RIL) ના શેરની  ભારે તેજીને કારણે કંપનીની  માર્કેટ કેપ ૧૧ ટ્રિલિયનને પાર થઇ ગઇ છે

એનાલિસ્ટો જણાવે છે કે કે કંપનીનો શેર વર્ષ-૨૦૨૧માં રૂ.૨૦૦૦ની સપાટીને સ્પર્શી જશે.આમ અત્યારના લેવલથી વધુ ૧૪ ટકાનો ઉછાળો જોવા મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન