Reliance Jio and Airtel may be start production of SmartPhones
  • Home
  • Featured
  • દેશમાંથી ચીની કંપનીઓના સ્માર્ટફોનના દબદબાનો આવશે અંત! Jio અને Airtelએ શરૂ કરી તૈયારી

દેશમાંથી ચીની કંપનીઓના સ્માર્ટફોનના દબદબાનો આવશે અંત! Jio અને Airtelએ શરૂ કરી તૈયારી

 | 7:44 pm IST

ચીની મોબાઇલ કંપનીઓ પર નિર્ભરતાને સમાપ્ત કરવા માટે દેશમાં જ સસ્તા 4G સ્માર્ટફોનનું નિર્માણ કરવા કેટલીક સ્વદેશી કંપનીઓએ કમર કસી છે. સૂત્રો મુજબ હવે ભારતી એરટેલ અને રિલાયન્સ જિયો જલદી સ્વદેશી સ્માર્ટફોન કંપનીઓ સાથે ભાગેદારી કરી 1000થી 2500 રૂપિયા સુધીના સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારી શરૂ કરી શકે છે.

સૂત્રો મુજબ એરટેલે સ્થાનિક બ્રાન્ડ્સ સાથે મળીને લોક્ડ અને અનલોક્ડ બંને પ્રકારના સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારી કરી છે. જ્યારે બીજી તરફ રિલાયન્સ જિયો પણ જલદી સસ્તા સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. સૂત્રો પ્રમાણે જિયોનો આ એન્ડ્રોયડ સ્માર્ટફોન હશે. જેમાં ડેટા પેક્સ પણ શામેલ હશે અને તે ડિસેમ્બર, 2020 સુધી લોન્ચ થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે જો રિલાયન્સ જિયો અને એરટેલ મારફતે દેશમાં સસ્તા 4G સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવશે તો ચીની સ્માર્ટફોન કંપનીઓને જબરદસ્ત સ્પર્ધાનો સામનો કરવો પડશે.

ચીની સ્માર્ટફોન કંપનીઓમાં શાઓમી, રિયલમી, ઓપ્પો અને વિવો જેવી જાણીતી બ્રાન્ડ્સ શામેલ છે. જેમને ભારે ટક્કર મળી શકે છે. આપને જણાવી દઈએ કે ભારતના સ્માર્ટફોન માર્કેટમાં ચીની ફોન કંપનીઓની બોલબાલા છે. એક રિપોર્ટ મુજબ ભારતીય મોબાઇલ માર્કેટમાં 75 ટકા ચીની ફોન કંપનીઓનો દબદબો છે.

આ વીડિયો પણ જુઓ: આવતીકાલથી ફિઝિકલ HC શરૂ કરવાનો નિર્ણય મોકૂફ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન