Jioએ લૉન્ચ કર્યો સૌથી સસ્તો પ્લાન, ગુજરાતીઓના ફેવરેટ વિદેશોમાં મફતના ભાવે કરી શકશો વાત - Sandesh
NIFTY 11,407.30 +51.55  |  SENSEX 37,797.26 +152.36  |  USD 69.9400 +0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • Jioએ લૉન્ચ કર્યો સૌથી સસ્તો પ્લાન, ગુજરાતીઓના ફેવરેટ વિદેશોમાં મફતના ભાવે કરી શકશો વાત

Jioએ લૉન્ચ કર્યો સૌથી સસ્તો પ્લાન, ગુજરાતીઓના ફેવરેટ વિદેશોમાં મફતના ભાવે કરી શકશો વાત

 | 12:12 pm IST

પ્રીપેડ યુઝર્સ માટે સતત વધુ ડેટા વાળા સસ્તા પ્લાન છેલ્લાં કેટલાંક સમયથી આવી રહ્યાં છે. હવે રિલાયન્સ જિયોએ પોસ્ટપેડ ગ્રાહકો માટે નવો પ્લાન લોન્ચ કર્યો છે જે બીજી પ્રોવાઇડર્સની સરખામણીમાં વધુ આક્રમક છે.

જિયો એ 199 રૂપિયાનો મંથલી પ્લાન રજૂ કર્યો છે જેમાં યુઝર્સને અનલિમિટેડ વોઇસ કોલિંગ મળશે. તેના માટે કંપની સિકયોરિટી ડિપોઝીટ પણ લઇ રહ્યું નથી. આ પ્લાન દેશભરના યુઝર્સ માટ હશે અને તેમાં દર મહિને 25GB હાઇસ્પીડ ડેટા મળશે.

આ પેકની સાથે યુઝર્સને ઇન્ટરનેશનલ કોલિંગ માટે પણ ટેરિફ મળશે. તેના અંતર્ગત 50 પૈસા પ્રતિ મિનિટના દરથી અમેરિકા અને કેનેડા કોલિંગ કરી શકાય છે. જો કે બીજા દેશોમાં કોલિંગ માટે 6 રૂપિયા પ્રતિ મિનિટ આપવી પડશે.

રિલાયન્સ જિયોએ આ પ્લાનને Zero Touchનું નામ આપ્યું છે. કારણ કે તેના માટે સિક્યોરિટી ડિપોઝીટ આપવી પડતી નથી અને આ પહેલેથી જ એક્ટિવેટેડ હોય છે.

રિલાયન્સ જિયો આ પોસ્ટપેડ પ્લાનની સાથે એરટેલ અને વોડાફોનને ટક્કર આપશે. કારણ કે હાલ અનલિમિટેડ કોલિંગની સાથે એરટેલ અને વોડાફોનના પોસ્ટપેડ પેક 499 રૂપિયાથી શરૂ થાય છે. રોમિંગ ચાર્જીસ પણ લાગે છે. ડેટા 30GB સુધી અપાય છે. પરંતુ જિયોએ 199 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો છે તેનાથી આ કંપનીઓ પર મોટી ચેલેન્જ છે.

રિલાયન્ય જિયોના આ પોસ્ટપેડ પ્લાનમાં કસ્ટમર્સને દરરોજ 100 મેસેજ ફ્રી અપાશે. 25GB ડેટા યુઝ કર્યા બાદ એકસ્ટ્રા 20GB હાઇ સ્પીડ ડેટા યુઝ કરી શકે છે. પરંતુ તેના માટે સાઇકલમાં એકસ્ટ્રા પૈસા આપવા પડશે.

આ પ્લાનમાં ઇન્ટરનેશનલ રોમિંગની પણ સર્વિસ સામેલ છે. જો યુઝર્સને ઇન્ટરનેશનલ રોમિંગ ઇચ્છો તો 575 રૂપિયા દરરોજ આપવા પડશે. તેમાં 275MB હાઇ સ્પીડ ઇન્ટરનેટ મળશે અને કોલિંગ મળશે. બીજા ટેરિફ 2875 રૂપિયાનો છે. જેની વેલિડિટી 7 દિવસની છે. મહિનાનો પ્લાન 5751 રૂપિયામાં મળશે, જેમાં 5GB ડેટા દર દિવસે અને 100 મેસેજ મળશે.