Technology: reliance jio applies for in flight connectivity licence
  • Home
  • India
  • Jioના વપરાશકર્તા માટે ખુશ ખબર, હવામાં પણ ચાલશે ફેસબુક-વોટ્સઅપ

Jioના વપરાશકર્તા માટે ખુશ ખબર, હવામાં પણ ચાલશે ફેસબુક-વોટ્સઅપ

 | 3:35 pm IST

સસ્તા ડેટા પેક અને ફ્રી કૉલિંગ સુવિધા દ્વારા ટેલિકમ ઇન્ડસ્ટ્રીમાં તહેલકો કરનાર રિલાયન્સ જીયો (Reliance Jio)ની તરફથી વપરાશકર્તાઓને જલ્દી જ નવી સુવિધા આપવામાં આવે છે. ઉલ્લેખનિય છે કે જીયો ઇન્ફોકોમએ ઉડ્ડયન દરમિયાન કનેક્ટિવિટી લાયસન્સ માટે ટેલિકોમ વિભાગ સમક્ષ અરજી કરી છે. લાઇસન્સ મળ્યા પછી સેવા પ્રોવાઇડર ભારતીય અને વિદેશી એરલાઇનને કનેક્ટિવિટી અને ડેટા સેવા ઉપલબ્ધ કરાશે. એટલે તમે ફ્લાઇટમાં મુસાફરી દરમિયાન પણ ઇન્ટરનેટ ઉપયોગ કરી શકશો.

જીયોએ જવાબ આપવાની મનાઇ કરી
આ સુવિધાનો લાભ રિલાયન્સ જીયોના બધા 30 કરોડ ગ્રાહકોને મળશે. ઉલ્લેખનિય છે કે કંપનીના તરફથી તાજેતરમાં જારી કરાયેલા આંકડા મુજબ જીયોના કુલ 30 કરોડ વપરાશકર્તાઓ છે. આ વિશે સૂત્રોએ જણાવ્યું છે કે જીયો ઉપરાંત ટેલિકોમ્યુનિકેશન્સ વિભાગ ઓર્ટસ કમ્યુનિકેશન્સ, સ્ટેશન સેટોકોમ અને ક્લાઉડ કાસ્ટ ડિજિટલ સહિત અન્ય કંપનીઓ તરફથી પણ અરજીઓ મળી આવે છે. જોકે, રીલાયન્સ જીયોની તરફથી આ વિશે મોકલવામાં આવેલ પ્રશ્નોના જવાબોને નકારવામાં આવ્યા છે.

કેટલાક કિસ્સાઓમાં અરજદારો દ્વારા સ્પષ્ટતા માંગી
સૂત્રોએ એ પણ જણાવ્યું છે કે દૂરસંચાર વિભાગ દ્વારા ઓર્ટસ કમ્યુનિકેશન સહિત કેટલાક કિસ્સાઓમાં અરજદારો પાસેથી કેટલીક સ્પષ્ટતા માંગી છે. નોંધનીય છે કે સરકારે ગયા વર્ષે ડિસેમ્બરમાં ભારતીય હવાઈ ક્ષેત્રે ઉડ્ડયન સેવાઓ સાથે સાથે દરિયામાં મોબાઇલ ફોન સેવાઓ માટે દિશા-નિર્દેશિત કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન