રિપોર્ટ: રિલાયન્સ જિયોની 4G સ્પીડ થઈ ગઈ સૌથી ઓછી, જાણો કેમ - Sandesh
  • Home
  • Technology
  • રિપોર્ટ: રિલાયન્સ જિયોની 4G સ્પીડ થઈ ગઈ સૌથી ઓછી, જાણો કેમ

રિપોર્ટ: રિલાયન્સ જિયોની 4G સ્પીડ થઈ ગઈ સૌથી ઓછી, જાણો કેમ

 | 7:34 pm IST

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની 40મી એજીએમ દરમિયાન કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ જિયોની ઉપલબ્ધિઓ ગણાવી હતી. આ દરમિયાન તેમને કહ્યું કે પાછલા કેટલાક મહિનાઓથી જિયોની સ્પીડ સૌથી ફાસ્ટ રહી છે.

ઓપન સિગ્નલની લેટેસ્ટ રિપોર્ટ અનુસાર દેશભરમાં રિલાયન્સ જિયોની એવરેજ 4G LTE સ્પીડ સૌથી ઓછી છે. જોકે જિયોનું નેટવર્ક પીક એવરેજ સ્પીડ બાબતે બીજા નંબરે છે.

ઓપન સિગ્નલ લંડન સ્થિત સેલ્યૂલર અને વાઈફાઈ નેટવર્ક સિગ્નલ મૈપિંગની કંપની છે. આ ફર્મ મોબાઈલ નેટવર્ક અને ઈન્ટરનેટ ક્નેક્ટિવિટી સાથે જોડાયેલા આંકડાઓનું વિશ્લેષણ કરે છે. લેટેસ્ટ આંકડા ડિસેમ્બર 2016થી ફેબ્રુઆરી 2017ના છે.

ઓપન સિગ્નલની રિપોર્ટ અનુસાર રિલાયન્સ જિયોની એવરેજ પીક સ્પીડ 50Mbps છે, જે એની એવરેજ ડાઉનલોર્ડ સ્પીડ 3.9Mbpsથી 13 ઘણી વધારે છે. વોડાફોન અને આઈડિયાની પીક એવરેજ સ્પીડ આની એવરેજ ડાઉનલોડ સ્પીડથી લગભગ ચાર ઘણી વધારે ફાસ્ટ છે.

ઓપન સિગ્નલ બ્લોગ પોસ્ટ અનુસાર માત્ર કેટલાક મહિનામાં રિલાયન્સ જિયોએ ઐતિહાસિક વધારો કરતાં 100 મિલિયન કસ્ટમર્સ બનાવ્યા છે. સૌથી વધારે સમય જિયોએ ગ્રાહકોને ફ્રિ ડેટા આપ્યો છે.

ઓપન સિગ્નલના કેવિન ફિચાર્ડે બ્લોગપોસ્ટમાં લખ્યું છે કે, જિયોનું નેટવર્ક ઓવર લોડેડ થઈ ગયું છે. નેટવર્ક કન્જેશનના કારણે જિયોની સ્પીડ ઓછી થઈ ગઈ છે, કેમ કે ઓપરેટર્સની સરખામણીમાં જિયો સાથે વધારે ગ્રાહકો જોડાઈ રહ્યાં છે.

ઓપન સિગ્નલ અનુસાર, મોટા ભાગે ગ્રાહકોને પીક એવરેજ સ્પીડ મળતી નથી. જેના કારણે આ નેટવર્ક પર વધારે ડેટાનું વપરાશ છે.

સૌથી ફાસ્ટ સ્પીડ એરટેલનું નેટવર્ક આપી રહ્યું છે, જ્યારે બીજા અને ત્રીજા નંબરે ક્રમશ: વોડાફોન, આઈડિયા આવે છે. રિલાયન્સ જિયો સ્પીડની બાબતે હાલમાં ચોથા નંબરે ધકેલાઈ ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન