જિઓ પાછું લાવ્યું લોભામણી કેશબેક ઓફર, જાણી લો આ પ્લાન વિશે - Sandesh
  • Home
  • Business
  • જિઓ પાછું લાવ્યું લોભામણી કેશબેક ઓફર, જાણી લો આ પ્લાન વિશે

જિઓ પાછું લાવ્યું લોભામણી કેશબેક ઓફર, જાણી લો આ પ્લાન વિશે

 | 4:37 pm IST

રિલાયન્સ જિઓે ગ્રાહકોની પસંદ એવી કેશબેક ઓફર ફરીથી યૂઝર્સ માટે લાવ્યું છે. વિતેલા વર્ષની તુલનામાં આ વખતે 99 રૂપિયાનું વધારે કેશબેક આપવામાં આવશે. આ વખતે 398 અથવા 399 રૂપિયાના રિચાર્જ પર 200 ટકા સુધી કેશબેક આપવામાં આવશે. જ્યારે તેનાથી વધારેના રિચાર્જ પર 799 રૂપિયા સુધીનું કેશબેક આપવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

રિલાયન્સ જિઓએ કેશબેક ઓફર બે ભાગમાં  શરૂ કરી છે. 398 કે તેનાથી વધુના પ્લાન રિચાર્જ પર જિયો 400 રૂપિયાના મૂલ્યનું કેશબેક વાઉચર આપશે. ગ્રાહકોને 50 રૂપિયાના મૂલ્યના 8 વાઉચર આપવામાં આવશે. એટલે કે આગામી 8 રિચાર્જ પર તમારે 50 રૂપિયા ઓછા આપવા પડશે.

જ્યારે 399 રૂપિયા સુધીનું કેશબેક ગ્રાહકોને વોલેટ કેશબેકના રૂપમાં મળશે. તેના માટે જિયોએ મોબી ક્વિક, પેટીએમ, એમેઝોન પે, ફોન પે , ફ્રી ચાર્જ અને એક્સિસ પે સાથે પાર્ટનરશિપ કરી છે. આ ઈ-વોલેટ દ્વારા અલગ-અલગ કિંમતમાં ગ્રાહકોને કેશબેક આપવામાં આવશે.

જે ગ્રાહક 398 રૂપિયા કે તેથી વધુના રિચાર્જ મોબિક્વિક વોલથી કરશે તેમને 2,500 રૂપિયા સુધીનું હોટલ વાઉચર આપવાની વાત કહેવામાં આવી છે. પેટીએમ યૂઝર્સને પહેલી વખત મૂવી ટિકિટ બુક કરવા પર 150 રૂપિયા સુધી 50 ટકા કેશબેક પણ મળશે.