જિઓ તેના કોમ્પિટીટર એરટેલ અને આઈડિયાને પછાડીને બન્યું નંબર 1, જાણો ક્યાં? - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • જિઓ તેના કોમ્પિટીટર એરટેલ અને આઈડિયાને પછાડીને બન્યું નંબર 1, જાણો ક્યાં?

જિઓ તેના કોમ્પિટીટર એરટેલ અને આઈડિયાને પછાડીને બન્યું નંબર 1, જાણો ક્યાં?

 | 3:25 pm IST

ભારતમાં રિલાયન્સ જિઓ સૌથી સ્પીડી 4G ડાઉન્ડલોડ સ્પીડ તરીકે આગળ આવ્યું છે. TRAI (ટ્રાય)ના ડેટા પરથી જાણી શકાયું કે તેણે પોતાના કોમ્પીટીટર આઈડિયા અને એરટેલને લગભગ બેગણી ડાઉન્લોડ સ્પીડથી મ્હાત આપી છે. તે છતાં પણ એરટેલે આ સમયમાં સૌથી ફાસ્ટેસ્ટ નેટવર્કની એડવર્ટાઈઝમેન્ટ ચાલુ જ રાખી છે. રિલાયન્સ Jioની એવરેજ ડાઉનલોડ સ્પીડ 16.48 mbps હતી જ્યારે આઈડિયા સેલ્યુલરના નેટવર્ક પર આ સ્પીડ 8.33 mbps અને ભારતી એરટેલના નેટવર્ક પર 7.66 mbps હતી.

16 mbpsની સ્પીડમાં બોલિવુડ મૂવી 5 મિનિટમાં ડાઉનલોડ કરી શકાય છે.માર્ચમાં વોડાફોનની એવરેજ ડાઉનલોડ સ્પીડ 5.66 mbps, રિલાયન્સ કોમ્યુનિકેશન્સની સ્પીડ 2.64 mbps, ટાટા ડોકોમોની 2.52 mbps, સરકારી ટેલિકોમ કંપની BSNLની 2.26 mbps અને એરસેલની 2.01 mbps હતી. ટ્રાઈ ડાઉનલોડ સ્પીડનો ડેટા રિયલ ટાઈન આધાર પર પોતાની માઈ સ્પીડ એપ્લિકેશનની મદદથી કેલ્ક્યુલેટ કરે છે. જો કે બે મેટ્રો શહેર દિલ્હી અને મુંબઈ તથા બે રાજ્ય કર્ણાટક અને તામિલનાડુમાં મોબાઈલ નેટવર્ક સ્પીડ પર એક ખાનગી કંપની ઓપન સિગન્લે દાવો કર્યો છે કે ભારતી એરટેલ 11.5 mbpsની એવરેજ 4G ડાઉનલોડ સ્પીડ સાથે સૌથી ફાસ્ટ નેટવર્ક છે જ્યારે રિલાયન્સ જિઓ 3.92 mbps સ્પીડ સાથે ચોથા સ્થાન પર છે.

ઓપન સિગ્નલનો દાવો છે કે તેણે ડિસેમ્બર 2016થી ફેબ્રુઆરી 2017 વચ્ચે 93,464 યૂઝર્સને કવર કરનારા 1.3 અરબ ડેટા પોઈન્ટ્સ પાસેથી માહિતી મેળવી છે. ઓપન સિગ્નલે જણાવ્યું કે, “સર્વેના રિઝલ્ટ દર્શાવે છે કે એરટેલે ઓપન સિગ્નલ 4G સ્પીડ એવોર્ડ મેળવવા સાથે 3G અને કુલ રેન્કિંગમાં પણ પ્રથમ સ્થાન મેળવ્યું છે.”

એરટેલ અને રિલાયન્સ જિયો બંને દશના સૌથી ફાસ્ટ નેટવર્ક હોવાનો દાવો કરી રહ્યા છે. રિલાયન્સ જિયોએ એરટેલના એ એડ કેમ્પેઈનને પડકાર્યું હતું જેમાં એરટેલે “ઓફિશિયલી” દેશના સૌથી ફાસ્ટ નેટવર્ક હોવાનો દાવો કર્યો હતો. એડવર્ટાઈઝિંગ સ્ટાન્ડર્ડ્સ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા (ASCI)એ એરટેલની આ એડને ખોટી ઠેરવી હતી અને 11 એપ્રિલ સુધીમાં કંપનીને આ એડ બદલવા અને પાછી ખેંચવાનો આદેશ આપ્યો હતો. એરટેલે ASCIના આ સૂચનનો અમલ કર્યો છે.