JIOનો 999 રૂપિયાનો 4G મોબાઈલ કાલે થશે લોન્ચ, ફિચર્સ જાણીને બોલી ઉઠશો Wow... - Sandesh
  • Home
  • Technology
  • JIOનો 999 રૂપિયાનો 4G મોબાઈલ કાલે થશે લોન્ચ, ફિચર્સ જાણીને બોલી ઉઠશો Wow…

JIOનો 999 રૂપિયાનો 4G મોબાઈલ કાલે થશે લોન્ચ, ફિચર્સ જાણીને બોલી ઉઠશો Wow…

 | 7:22 pm IST

Reliance Jio કાલે (3 માર્ચ) પોતાના બે ફિચર્સ ફોન લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ બંને ફોન 4G હશે. જો તમે આ ફોન્સને ખરીદવા માંગો છો તો તમે આને ઓનલાઈન શોપિંગ વેબસાઈટ ફ્લિપકાર્ટ, અમેઝોન પરથી ખરીદી શકશો. આ બંને મોબાઈલને જિયો સ્ટોર પરથી પણ ખરીદી શકાશે. હાલમાં ઘણા લોકો પાસે 4G સપોર્ટ મોબાઈલ નથી તેમના માટે આ ફોન એક સારો ઓપ્શન બની રહેશે. આ બંને ફોન કિપેડવાળા હશે. 999 રૂપિયાવાળા મોબાઈલની વાત કરીએ તો આમાં 2 મેગાપિક્સલનો રિયર કેમેરો હશે તેની સાથે સેલ્ફી માટે VGA કેમેરો આપવામાં આવ્યો છે. સૌથી મહત્વની વાત તે છે કે, આ ફોનમાં જિયો નેટવર્ક જ સપોર્ટ કરશે. આમાં વાઈફાઈ પણ હશે.

તે ઉપરાંત આ ફિચર્સ ફોન 8 જીબીની ઈન્ટરનલ મેમોરી સાથે આવશે. આ મોબાઈલની બેટરી 1800 mAHની બેટરી આપવામાં આવી છે. જિયોના આ ફોનમાં યૂઝર સોશ્યિલ નેટવર્કિંગ સાઈટ્સ પણ ઉપયોગ કરી શકશે.

jio 2

જ્યારે 1499 રૂપિયાના મોર્ડલની વાત કરીએ તો તેમાં 5 એમપીનો રિયર કેમેરો હશે અને તેની બેટરી 2300 mAHની હશે. આ બધી જ જાણકારી જિયોના કેર ડોટ નેટ પર આપવામાં આવી છે. જિયોના ફિચર્સ ફોન વિશે ઘણા સમાચાર આવી રહ્યાં હતા, પરંતુ જિયો કેર પરથી મળેલ અપડેટ પરથી કહેવામાં આવી શકે છે કે, આ ફોન 3 માર્ચે જ લોન્ચ થશે. 1 એપ્રિલથી જિયોનું 99 રૂપિયાવાળું મેમ્બરશિપ પ્લાન શરૂ થઈ જશે.

આ બંને ફોન લોન્ચ થતાં યૂઝર્સ માટે 4G ફોન લેવાનું અને 4G સર્વિસનો ઉપયોગ કરવો સરળ થઈ જશે. 1 માર્ચથી રિલાયન્સ જિયોનો પ્રાઈમ મેમ્બર બનવાનું શરૂ થઈ ગયું છે. જો તમે ઈચ્છો તો 99 રૂપિયા આપીને પ્રાઈમ મેમ્બર બની શકો છો. આની વેલિડિટી એક વર્ષની હશે, ત્યાર બાદ 303 રૂપિયાનો મહિને રિચાર્જ કરવું પડશે. આમાં તે બધા જ ફાયદા મળશે જે હાલમાં હેપ્પી ન્યૂયર ઓફરમાં મળી રહ્યાં છે. તે સાથે જિયોએ કેટલાક બીજા પણ પ્લાન લોન્ચ કર્યાં છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન