રિલાયન્સ જીયોએ લોન્ચ કર્યો હેપ્પી ન્યૂ યર પ્લાન, મહિને મળશે 56જીબી ડેટા - Sandesh
  • Home
  • Technology
  • રિલાયન્સ જીયોએ લોન્ચ કર્યો હેપ્પી ન્યૂ યર પ્લાન, મહિને મળશે 56જીબી ડેટા

રિલાયન્સ જીયોએ લોન્ચ કર્યો હેપ્પી ન્યૂ યર પ્લાન, મહિને મળશે 56જીબી ડેટા

 | 8:46 pm IST

ટેલિકોમ કંપનીઓ પોતાના ગ્રાહકોને ખુશ કરવા માટે અનેક નવી ઓફર્સ આપી રહી છે. ત્યારે જિયો તેના ગ્રાહકો માટે વધુ એક ઓફર લાવી છે.જીયોએ ગ્રાહકોને રૂ.199 અને રૂ.299ના નવા પ્રિ-પેઇડ પ્લાન ઓફર કરીને નવા વર્ષની શુભકામના પાઠવી છે. આ બંને પ્લાન આજ રાતથી અમલમાં આવશે. રૂપિયા 199ની એમ.આર.પી. ધરાવતા પ્લાનમાં નિઃશુલ્ક વોઇસ કોલિંગ, દરરોજ 1.2 જીબી અનલિમિટેડ 4જી ડેટા, અનલિમિટેડ એસ.એમ.એસ. અને પ્રાઇમ મેમ્બર્સ માટે જિયો એપ્સનો લાભ 28 દિવસ માટે મળશે.

તો વધારે ડેટાનો ઉપયોગ કરતાં ગ્રાહકો માટે રૂ.299ની એમ.આર.પી. ધરાવતા પ્લાનમાં ગ્રાહકોને નિઃશુલ્ક વોઇસ કોલિંગ, 2 જીબી અનલિમિટેડ 4જી ડેટા અનલિમિટેડ એસ.એમ.એસ.અને પ્રાઇમ મેમ્બર્સ માટે જિયો એપ્સનો લાભ 28 દિવસ માટે મળશે.હાઇસ્પીડ ડેટાનો લાભ આપતા આ બે પ્લાન અત્યાર સુધીમાં પ્રથમ વખત લોન્ચ કરવામાં આવ્યા છે. જેમા તે વધારે ડેટા લાભ આપી રહી છે. રિલાયન્સ જીયોના અન્ય પ્લાન 399 રૂપિયા, 459 રૂપિયા,499 રૂપિયા તેમજ 509 રૂપિયા કિંમતના છે.