jio પ્રાઈમ સભ્યો માટે ખુશીના સમાચાર, વર્તમાન પ્રાઇમ સભ્યોને 12 મહિના ફ્રી...! - Sandesh
  • Home
  • Technology
  • jio પ્રાઈમ સભ્યો માટે ખુશીના સમાચાર, વર્તમાન પ્રાઇમ સભ્યોને 12 મહિના ફ્રી…!

jio પ્રાઈમ સભ્યો માટે ખુશીના સમાચાર, વર્તમાન પ્રાઇમ સભ્યોને 12 મહિના ફ્રી…!

 | 9:41 pm IST

જિયોના 17.5 કરોડ પ્રાઇમ સભ્યોને સમૃદ્ધ ડિજિટલ જીવનનો અનુભવ કરાવ્યા પછી જિયાએે હવે પોતાના વર્તમાન પ્રાઇમ સભ્યો માટે નવી સોગાદ જાહેર કરી છે, જે જિયો પ્રાઇમ સભ્ય 31 માર્ચ, 2018 સુધી સભ્યપદના ખાસ લાભો સબસ્ક્રાઇબ કરી ચૂક્યા છે તેમને વધારાની કોઈ ફી ભર્યા વિના એક વધુ વર્ષ માટે પ્રાઇમ લાભો(મર્યાદિત સમય માટેની ઓફર) મળતા રહેશે. જિયોના નવા યૂઝર માટે રૂપિયા 99ની સભ્યપદ ફી મેળવીને જિયો પ્રાઇમ સભ્યપદના લાભો ઉપલબ્ધ રહેશે.

વિશ્વનો સૌથી મોટો લોયલ્ટી કાર્યક્રમ
વીતેલાં વર્ષમાં પ્રાઇમ સભ્યો શ્રેષ્ઠ ટેરિફ, શ્રેષ્ઠ કન્ટેન્ટ લાઇબ્રેરી અને ડિજિટલ ગેટવે જેવા લાભોનો અનુભવ કરી ચૂક્યા છે.

પ્રાઇમ સભ્યપદ કઈ રીતે મેળવાય?
31 માર્ચ કે તે પહેલાં જિયો પ્રાઇમ સભ્યપદ ધરાવનારા માય જિયો ડાઉનલોડ કરીને આગામી 12 મહિના સુધી વધારાના સમય માટે પોતાની ઇચ્છા જાહેર કરીને વધારાના સમય માટે પ્રાઇમ સભ્યપદના લાભો મેળવી શકે છે. આ ઓફર મર્યાદિત સમય માટે છે. 1લી એપ્રિલ પછી પ્રાઇમ સભ્યપદમાં જોડાવા ર્વાિષક રૂપિયા 99 ફી ભરવી પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન