Reliance Jio offer 1.5 GB data on Daily basis, Know recharge Plan details
  • Home
  • Featured
  • માત્ર આટલા રૂપિયામાં રિલાયન્સ જિયો દૈનિક ધોરણે આપે છે 1.5 GB ડેટા, જાણો આકર્ષક ઓફર અંગે

માત્ર આટલા રૂપિયામાં રિલાયન્સ જિયો દૈનિક ધોરણે આપે છે 1.5 GB ડેટા, જાણો આકર્ષક ઓફર અંગે

 | 4:04 pm IST

અન્ય ટેલિકોમ કંપનીઓની જેમ રિલાયન્સ જિયો પણ પોતાના ગ્રાહકોના બજેટ અને જરૂરિયાતો મુજબ ઘણા બધા પ્લાન ઓફર કરે છે. ડેટા મામલે પણ રિલાયન્સ જિયો અન્ય કંપનીઓને જબરદસ્ત ટક્કર આપવા માટે નવા નવા રિચાર્જ પ્લાન માર્કેટમાં લાવે છે. ત્યારે હવે રિલાયન્સ જિયોનો એક એવો જ ડેટા પ્લાન છે જે ગ્રાહકોને દૈનિક ધોરણે 1.5 GB સુધી ડેટા આપે છે.

મીડિયા રિપોર્ટ મુજબ રિલાયન્સ જિયો ગ્રાહકોને રૂપિયા 199ના રિચાર્જ પ્લાનમાં દૈનિક ધોરણે 1.5 GB ડેટાની સુવિધા આપે છે. ત્યારે આ પ્રકારની સુવિધા વાળા પ્લાનની કિંમત અન્ય ટેલિકોમ કંપનીઓમાં લગભગ 249 રૂપિયા સુધી છે. રિલાયન્સ તેના ગ્રાહકોને પોતાના નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ પણ ઓફર કરે છે પરંતુ અન્ય નેટવર્ક પર લિમિટેડ મિનિટ્સ અને ગ્રાહકો પાસેથી ચાર્જ વસૂલવામાં આવે છે.

199 રૂપિયાનો પ્રીપેડ પ્લાન:

રિલાયન્સ જિયોના 1.5 જીબી ડેટાવાળા પ્લાનની કિંમત રૂપિયા 199થી શરૂ થાય છે. રિપોર્ટ પ્રમાણે 199ના પ્લાનમાં 28 દિવસની વેલિડિટી અને કુલ 42 જીબી ડેટાની સુવિધા મળે છે. જિયોથી જિયો નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ, અન્ય નેટવર્ક પર કોલિંગ માટે કુલ 1000 નોન-જિયો મિનિટ્સ અને રોજ 100 SMS મળે છે. આ સિવાય રિલાયન્સ જિયો 399, 555 અને 2020 રૂપિયાના પ્રીપેડ પ્લાન્સ પણ ઓફર કરે છે. જેમાં દૈનિક ધોરણે 1.5 જીબી ડેટા અને અન્ય સુવિધાઓ મળે છે.

આ વીડિયો પણ જુઓ: સુરતમાં નકલી પોલીસ બની લૂંટ કરતી ગેંગ સક્રીય

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન