20,249 રૂપિયાનો 4G સ્માર્ટફોન મળી રહ્યો છે માત્ર 9 હજાર રૂપિયામાં - Sandesh
NIFTY 10,553.80 +27.60  |  SENSEX 34,411.71 +80.03  |  USD 65.7950 +0.14
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • 20,249 રૂપિયાનો 4G સ્માર્ટફોન મળી રહ્યો છે માત્ર 9 હજાર રૂપિયામાં

20,249 રૂપિયાનો 4G સ્માર્ટફોન મળી રહ્યો છે માત્ર 9 હજાર રૂપિયામાં

 | 8:37 pm IST

રિલાયન્સ જિયો એકવાર ફરીથી પોતાના ગ્રાહકો માટે આકર્ષક ઓફર્સ લઈને આવ્યો છે. આ વખતે કંપનીઓ પોતાના સ્માર્ટફોન્સની કિંમતમાં ધરખમ ઘટાડો કર્યો છે. Reliance Jio LYF 4G ફોન્સ હવે 60 ટકા જેટલા સસ્તા થઈ ગયા છે. કંપનીએ આની જાણકારી પોતાની વેબસાઈટ jio.com પર આપી છે. તે ઉપરાંત LYF અને Samsung અને Gioneeના પણ એક-એક ફોન પર ડિસ્કાઉન્ટ ઓફર ઉપલબ્ધ છે. તો આવો તમને જણાવી દઈએ કે, ડિસ્કાઉન્ટ બાદ Jio LYF 4G ફોન્સની કિંમતો કેટલી રહી ગઈ છે.

LYF F1S Black- આ ફોનની કિંમતમાં 50 ટકાથી વધારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યો છે. ફોનની કિંમત 20,249 રૂપિયા છે, પરંતુ ડિસ્કાઉન્ટ બાદ 9,499 રૂપિયામાં મળી રહ્યો છે. એટલે કે, સીધો 10,750 રૂપિયાની બચત.

LYF WATER 1 White- સૌથી વધારે ડિસ્કાઉન્ટ આ ફોન પર મળી રહ્યો છે. ફોનની કિંમત 17,399 રૂપિયા છે, જે 60 ટકા ડિસ્કાઉન્ટ બાદ 6,898 રૂપિયા પર આવી ગઈ છે. આ કિંમતે આ સ્માર્ટફોન ખરીદીને તમે સીધા 10,501 રૂપિયા બચાવી શકશો.

LYF F1 Black- આ સ્માર્ટફોનની કિંમત 16,499 રૂપિયા છે, પરંતુ 42 ટકા ડિસ્કાઉન્ટ બાદ આની કિંમત 9,499 રૂપિયા છે.

EARTH 1 White- સૌથી ઓછું ડિસ્કાઉન્ટ આ સ્માર્ટફોન પર ઉપલબ્ધ છે. 25 ટકા ડિસ્કાઉન્ટ બાદ આની કિંમત 9,499 રૂપિયા છે.

Wind 4s Blue- 27 ડિસ્કાઉન્ટ સાથે આ ફોન 9,040 રૂપિયાથી ઘટીને 6,549 રૂપિયામાં મળી રહ્યો છે.