reliance-jio-overtook-apples-ios-in-the-os-sector
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • ટેલિકૉમ સેક્ટરમાં ધૂમ મચાવ્યા બાદ Reliance Jioએ Appleને આ મામલે પછાડ્યું

ટેલિકૉમ સેક્ટરમાં ધૂમ મચાવ્યા બાદ Reliance Jioએ Appleને આ મામલે પછાડ્યું

 | 7:01 pm IST

Reliance Jioની ટેલિકૉમના સેક્ટરમાં ધૂમ મચાવ્યા બાદ હવે મોબાઈલ ફોન ઓપરેટિંગ સિસ્ટમના સેક્ટરમાં પણ તહેલકા મચાવી દીધો છે. JioPhoneમાં ચાલનાર ઓપરેટિંગ સિસ્ટમ KaiOSએ ભારતમાં એપલના આઈઓએસને પછાડીને એન્ડ્રોઈડ બાદ બીજું સ્થાન હાંસલ કરી લીધું છે. માર્કેટ ઈન્ટેલિજેન્સ ફર્મ ડિવાઈસ એટલસના મતે, કાઈઓએસે છેલ્લા એક વર્ષમાં માર્કેટનો 15 ટકા શેર મેળવી લીધો છે.

રિપોર્ટ અનુસાર, કુલ 15 ટકા ટ્રાફિકની સાથે કાઈઓએસ ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં થનાર બીજું ઓપરેટિંગ સિસ્ટમ છે. ત્રીજા સ્થાન પર હાલનું આઈઓએસનો માર્કેટ શેર 9.6 ટકા જ છે. જો કે, એન્ડ્રોઈડ 70 ટકા શેરની સાથે અત્યારે પણ ભારતીય માર્કેટમાં રાજ કરી રહ્યું છે, પરંતુ કાઈઓએસના કારણે આઈઓએસ અને એન્ડ્રોઈડ બન્નેના માર્કેટ શેર ભારતમાં ઘટ્યો છે. રિપોર્ટનું માનીએ તો ભારત જેવા વિશાળ જનસંખ્યાવાળા દેશમાં અમુક ટકા પણ મોટું અંતર ઉભું કરી શકે છે. ઉલ્લેખનીય છે કે 2018ની પહેલી ત્રિમાસિકમાં 23 મિલિયન (2.3 કરોડ) સ્માર્ટફોન્સની સાથે, કાઈઓએસ પર ચાલનાર ફોનમાં 11,440 ટકાનો વધારો થયો છે.

જ્યારે, કાઉન્ટરપ્લાઈંટના રિસર્ચના મતે, કાઈઓએસ ભારતમાં ફીચર ફોનની ડિમાન્ડને વધારી રહ્યું છે. તેના કાઈઓએસે 2018ની પહેલી ત્રિમાસિકમાં 4જી ફીચર ફોનના સેક્ટરમાં રિલાયંસ જિયાને દબદબો બનાવવામાં પણ મદદ કરી છે.