Reliance Jio Phone With Six Months Free Service Rs.1095
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • જિયોની ધમાકેદાર ઓફર, રૂ.1095મા જિયો ફોન અને 6 મહિના સુધી ફ્રીમાં સર્વિસ

જિયોની ધમાકેદાર ઓફર, રૂ.1095મા જિયો ફોન અને 6 મહિના સુધી ફ્રીમાં સર્વિસ

 | 11:30 am IST
  • Share

રિલાયન્સ જિયો નવા વર્ષે ગ્રાહકો માટે ઢગલાબંધ ઓફર લઇને આવ્યું છે. 399 રૂપિયાના રીચાર્જ પર 100 ટકા કેશબેક તો છે જ પરંતુ જો તમે નવા ગ્રાહક બનવા માંગો છો તો તમારા માટે સારી તક છે. રિલાયન્સ જિયો માત્ર 1095 રૂપિયામાં ‘જિયોફોન ન્યૂ ઇયર ઓફર’ લઇને આવ્યું છે, તેમાં યુઝર્સને નવા જિયો ફોનની સાથોસાથ ફ્રી ડેટા અને કોલિંગ મળશે.

જિયોફોન ન્યૂ ઇયર ઓફરમાં નવા ગ્રાહકને 501 રૂપિયામાં જિયોફોન મળશે અને આવતા છ મહિના માટે 99-99 રૂપિયાના એવા 6 વાઉચર્સ આપવામાં આવશે. આમ આ નવા જિયોફોનની સાથો સાથ છ મહિના સુધી વોઇસ કોલિંગ અને ડેટા માત્ર 1095 રૂપિયામાં જ ઉપલબ્ધ થશે. જો કે આ સ્કીમ જિયોફોન મોનસૂન હંગામા ઓફર સાથે જોડાયેલી છે, આથી નવા જિયોફોનના બદલામાં તમારે કોઇ પણ જૂનો ફીચર ફોન એક્સચેન્જ કરાવો પડશે.

આ ઓફરને અવેલ કરવા માટે તમારે જિયોની ઓફિશિયલ વેબસાઇટ પરથી 1095 રૂપિયાનું ‘જિયો ફેસ્ટિવ ગિફ્ટ કાર્ડ’ ખરીદવું પડશે. ત્યારબાદ કંપની તમને કાર્ડ ડિલીવર કરશે અથવા તો તમને ઓફિશિયલ સ્ટોર પર જઇ તેને સિલેકટ કરવું પડશે. આ કાર્ડની સાથે તમે કોઇ જૂનો ફીચર ફોન (ચાર્જરની સાથે) એક્સચેન્જ કરી આ ઓફરનો ફાયદો ઉઠાવી શકશો.

12 મહિના માટે વેલિડ હશે કાર્ડ
જિયો ફેસ્ટિવ ગિફ્ટ કાર્ડ 12 મહિના માટે વેલિડ હશે અને આ દરમ્યાન તેની મદદથી નવો જિયોફોન લઇ શકાશે. તમારા ફેમિલી મેમ્બર્સ કે કોઇ મિત્રને નવા વર્ષની ગિફ્ટ આપવા માટે ના તો જિયોની ડીલ ખરાબ છે અને ના તો આ ઓપ્શન. આ ઓફર વગર પણ જિયોફોન 501 રૂપિયામાં એક્સચેન્જના બદલે મળી રહ્યો છે, પરંતુ 1095 રૂપિયામાં છ મહિનાની સર્વિસ તમને મળશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન