reliance jio pips rivals adds over 9-71 million subscribers
  • Home
  • Business
  • Reliance Jioનો ફરી ધમાકો, આ વખતે પણ બનાવ્યો રેકોર્ડ

Reliance Jioનો ફરી ધમાકો, આ વખતે પણ બનાવ્યો રેકોર્ડ

 | 2:01 pm IST

એક પછી એક નવી ઑફર આપનાર અને ગ્રાહકોને વારંવાર ફાયદો કરાવનાર કંપની રિલાયન્સ જિયો ઈન્ફોકૉમે (Reliance Jio Infocomm) એક વાર ફરી નવો રકૉર્ડ સ્થાપ્યો છે. આ વખતે પણ કંપનીએ સૌથી વધુ ગ્રાહકો સાથે જોડાણ કરી એક નવો રેકૉર્ડ કર્યો છે. જિયો યૂઝર્સની સંખ્યા દેશભરમાં 21.5 કરોડની થઈ ગઈ છે.

જૂનમાં ટેલીકૉમ સેક્ટરની લીડર કંપની ભારતી એરટેલે 10,689 ગ્રાહકો સાથે જોડાણ કર્યુ છે. તો વોડાફોન ઈન્ડીયાએ લગભગ 2.7 ગ્રાહકોની સાથે જોડાણ કર્યુ છે.ટેલીકૉમ ઈન્ડસ્ટ્રીની ત્રીજી સૌથી મોટી કંપની આઈડિયા સેલ્યુલરે 63.6 ગ્રાહકો મેળવ્યા છે. આ તમામ આંકડાઓ ટેલીકૉમ રેગ્યુલેટર તરફથી બહાર પાડવામાં આવ્યા છે.

ટૂંક સમયમાં આઈડિયા અને વોડાફોનનું મર્જર થવાનું છે. મર્જ થનારી આ કંપની ટેલીકૉમ સેક્ટરની સૌથી મોટી કંપની બનશે.
ટ્રાઈની તરફથી જાહેર કરાતી માહિતી અનુસાર જિયો અને આઇડિયાના માર્કેટ શેર ગયા મહીનાની સરખામણીએ વધીને ક્રમશ: 18.78 ટકાથી 19.24 ટકા થઈ ગયા છે. આ પહેલા જિયોના માર્કેટ શેર 18.7 અને આઈડિયાના શેર 18.94 હતા.ભારતી એરટેલ અને વોડાફોનના શેર 19.67 ટકાથી ઘટીને 19.43 ટકા થઈ ગયા છે.

સપ્ટેમ્બર 2016માં લૉન્ચ થનાર Reliance Jio પોતાના આકર્ષક પ્લાનના દમ પર માર્કેટમાં ખૂબજ થોડા સમયમાં પોતાનું એક આગવું સ્થાન બનાવ્યુ હતુ. આ પહેલા પણ જિયો ડાઉનલોડ કરવાની સ્પીડમાં બીજી કંપનીઓને પાછળ રાખી દીધી છે.